ભાંકોદરમાં બનતી સ્વાન એનર્જી સામે ગ્રામજનોનું આંદોલન : ટ્રકો થંભાવી દીધા

840

જાફરાબાદ તાલુકાના ભાકોદરમાં બની રહેલ મહાકાય સ્વાન એનર્જી કંપનીમાં મહાકાય પથ્થરો ભરેલા ટ્રકોને ગ્રામ લોકોના હોબાળાસાથે ટ્રકો થંભાવી દીધા રોજના ૩૦૦ ટ્રકોની હેરાફેરીથી ગામ લોકો ત્રાહીમામ પોલીસ ઘટના સ્થળે પહોંચી.

અતિ વિવાદીત જાફરાબાદ તાલુકાના ભાંકોદર ગામની હદમાં નવ બની રહેલ સ્વાન એનર્જી જે મહાકાય કંપનીના ડેવલોપીંગ માટે મહાકાય પથ્થ્રો રાજુલા તાલુકાના વાવાડી આજુબાજુના ભરડીયામાંથી ભરી ભરીને દરીયો પુરવા માટે ૩૦૦થી વધારે રોજના ટ્રકોમાં ઓવર લોડ ભરીને ભાંકોદરની સ્વાન એનર્જીમાં ઠલવાઈ રહ્યા છે અને તે પણ ભાંકોદર ગામની હદમાં કંપની બનીર હી હોય ગામ લોકો દ્વારા કંપનીને પહેલા રજુઆત કરેલ કે સરકારી નિયમ અનુસાર જ ે તે વિસ્તારમાં જે તે કંપની આવે તેને તે કંપની આજુબાજુના ગામોનો વિનાશ થતો હોય તે માટે કંપની આજુબાજુના ગામોના લોકોને રોજી રોટી મળી રહે માટે કંપનીએ કંપનીમાં જરૂરી ચીજવસ્તુઓ જેવી કે ગામ લોકોના વાહનો ડમ્બર, ટેકટર જીસીબી જેવા વાહનો આજુબાજુના ગામના જ હોવા જોઈએ અને તે લોકોને વર્ક ઓર્ડર આપવા જોઈએ અને કંપની તૈયાર થઈ જાય પછી ૮૦ ટકા આજુબાજુના લાયકાત ધરાવતા યુવાનોને નોકીરએ ફરજીયાત રાખવા તો હજી કંપની બની રહી હોય ત્યારે પ્રથમ તબક્કો ગામ લોકોની રોીજી રોટી માટે ગામ લોકોના વાહનોનો ઉપયોગ કંપનીએ કરવો જોઈએ તેના બદલે અન્ય લોકોને વર્ક ઓર્ડર આપવા જોઈએ અને કંપની તૈયાર થઈ જાય પછી ૮૦ ટકા આજુબાજુના લાયકાત ધરાવતા યુવાનોને નોકરીએ ફરજીયાત રાખવા તો હજી કંપની બનીર હી હોય ત્યારે પ્રથમ તબક્કો ગામ લોકોની રોજી રોટી માટે ગામ લોકોના વાહનોનો ઉપયોગ કંપનીએ કરવા જોઈએ તેના બદલે અન્ય લોકોને કામો આપી દેવાતા ગામ લોકોએ જબરજસ્ત આંદોલન કરેલ પણ કંપની માથાભારે હોવાથી વહીવટી તંત્રએ આંદોલન કરવાની પરમીટ ન આપી લોકશાહીનું ખુન કરાવ્યું હતું અને આંદોલન કારીઓને પકડી પકડી પોલીસ મથકે લઈ જવાયા હતાં અને અંતે આંદોલન સમેટાઈ ગયું હતું. ત્યા કંપનીએ દરીયો પુરવા રાજુલા તાલુકા કે જાફરાબાદ તાલુકામાં ચાલતા ભરડીયામાંથી મહાકાપ પથ્થરો લાવવા શરૂ કર્યા તે પણ કેટલા ૩૦૦ ઉપરાંત ટ્રકોમાં અનલોડીંગ મસમોટા પથ્થરો ભરી ભરી રોજેરોજથી નિકળતા ટ્રકોનું પ્રદુષણ ટ્રસ્ટ, રાત દિવસનો ઘોંઘાટથી ગરામ લોકો ત્રાહીમામ થઈ જતા જે થવું હોય તે થાપ પણ અમારા ગામમાં માનવ વસ્તી છે. કોઈ જાનવરો નથી ગામ લોકોની રોજી રોટી છનવાઈ રહી છે ગામ લોકોને કંપની દુશ્મન સમજે છે અને સહન ગામ લોકોને કરવાનું? આમ ગામ લોકો એકત્રીત થઈ રસ્તા રોકો આંદોલન નહીં પણ કંપનીમાં મહાકાય પથ્થરો ભરેલા ટ્રકોને રોકી દીધા જે બપોરના ૩થી સાંજના ૭ વાગ્યા સુધી પ કલાક અને ટ્રકોની ર- કિલોમીટર લાંબી લાઈનના ખડકલા થયા જે કંપનીએ પોલીસ મથકે ફોન કરી તાબડતોબ પોલીસ ઘટના સ્થળે દોડી આવી મોડીરાત સુધી પોલીસની ગામ લોકો અને કંપની વચ્ચે મધ્યસ્થી બની શાંતીપુર્વક સમજાવી અંતે સમજાવટથી ફરી પાછા ટ્રકો ધમધમતા થયા પણ પરિસ્થિતિ એની એજ કંપનીના દાદાગીરીથી પોલીસ પણ કંપની તરફી રહે છે.

રાત-દિવસ ચાલતા મહાકાય ટ્રકો રસ્તાઓ તોડી નાખે છે

સ્વાન એનર્જી જે મહાકાય પથ્થરો ભરી ભરીને લાવે છે તે રાજુલા કે જાફરાબાદ તાલુકામાં ચાલતા સ્ટોનફચર ભરડીયામાથી લાવે છે તો ભરડીયાનો પણ સરકારી નિયમ હોય છે કે જે તે મહાકાય પથ્થરો તોડી તોડી (મશીનરીથી) તેનું મટીરીયલ કાંકરી વિવિધ પ્રકારની ૧૦ એમએમ થી ૪૦, પ૦ અમેએમ બનાવવી જે ભરડીયાની હદમાં જ કામગીરી કરવી જેનું માત્ર મટીરીયલ પાવડરથી કાંકરી સુધી કચર થયા પછી જ બહાર લઈ જવાય છે. અને આ કંપનીની દાદાગીરી લાગવગનું સેટીંગ કરી ખુલ્લે આમ મોટા મોટા પથ્થરો ટ્રકમાં ભરી ભરી સ્થાન એનર્જીમાં લઈ જવાઈ છે જે ભરડીયાથી ર૦-ર૦ કિલોમીટરમાં કેટલા ગામ આવે છે. તો ટ્રકમાં ભરેલ પથ્થર જો નીચે પડે તો કેટલાઈ લોકોની જીંદગી હોમાઈ જવાનો આ કંપનીને દરકાર નથી. તેમજ વીસ વીસ કી. મીટર થી ૩૦૦ ઉપરાંત ટ્રકો રાત દિવસ ચાલવાથી ગમે તેવા રોડ તોડી નાખે છે માટે ભરડીયામાં તપાસ કરો તેવી ૪ ગામના લોકોની માંગ છે.

Previous articleદામનગરમાં સિનીયર સિટીઝન ટ્રસ્ટ દ્વારા નેત્રયજ્ઞનું આયોજન
Next articleપત્રકાર મેઘા પંડયાનું ચંડીગઢમાં સન્માન