રાજુલા-જાફરાબાદમાં મુસ્લિમ સમાજ દ્વારા હીરાભાઈનો સન્માન સમારોહ

779
guj23112017-4.jpg

રાજુલા, જાફરાબાદના મુસ્લિમ સમાજ દ્વારા હીરાભાઈ સોલંકીનો રાજુલાના તાજનશાપીર ખાતે તેમજ જાફરાબાદના ભાડેલા, તુર્કી સમાજમાં સ્વાગત સન્માન સમારોહ યોજાયો હતો.રાજુલા ખાતે તાજનશાપીરને શીષ નમાવી મુસ્લિમ સમાજના જાફરભાઈ જોખીયા, અનવરભાઈ સોલડા, દાદુભાઈ સેલોત તેમજ બહોળી સંખ્યામાં રાજુલા મુસ્લિમ સમાજ દ્વારા હીરાભાઈનું સન્માન તેમજ સાથે રહેવાના વચનો આપ્યા તેમજ જાફરાબાદના ભાડેલા તેમજ તુર્કી મુસ્લિમ સમાજ દ્વારા જ્ઞાતિ આગેવાન સીદુભાઈ થૈયમ, સા.કુંડલાના જાવેદબાપુ તથા યુનુસભાઈ, પીરેતરીક ડુંગરથી નીસારબાપુ, કોડીનારથી મુનીરબાપુ ઉપસ્થિત રહેલ. જેણે એવું કહેલ કે કોણ કહે છે ભાજપ કોમવાદી પક્ષ છે. આવા ધારાસભ્ય મુસ્લિમ સમાજને મળવા દુર્લભ છે તેમજ આ કાર્યક્રમમાં આખરીઓપ આપનાર આસીફભાઈએ જાફરાબાદમાં મુસ્લિમ સમાજ તુર્કી, ભાડેલાને એક થાળીમાં જમાડનાર હીરાભાઈ સોલંકી છે. જે વેરના વળામણા કરાવનારા હીરાભાઈ છે જે ૧ વર્ષ પહેલા અમારા જ સમાજમાં ખુની હોળી ખેલાયને ભુલી બન્ને કોમના આગેવાનો અદુભાઈ શેખ, ઉમરભાઈ પટેલ, યુસુફભાઈ પટેલ સાથે ટીંબીથી સાહીદભાઈ તેમજ કામસભાઈ અને લઘુમતી સેલના જિલ્લા મહામંત્રી આસીફભાઈ મલેક દ્વારા સન્માન કરાયું હતું.