હેરી વિસ્તારના ગામોમાં પાણી રસ્તા અને ગટર સહીતની માળખાકીય સુવિધાઓ ખાડે ગઇ હોવાનો આક્રોશ પ્રબળ બન્યો છે.
ગ્રામ્ય વિસ્તારમાં આકરી ગરમીના દિવસોમાં પુરતુ પાણી સપ્લાય ન થતા સ્થાનિકોમાં રોષ પ્રવર્તે છે. જેને ધ્યાને લઇ પાણીની જરૃરીયાતને પહોંચી વળવા માટે પાણીની પાઇપલાઇન અપગ્રેડ કરવાનું કામ ટુંકમાં જ શરૃ કરી દેવાશે. જેની પાછળ પાંચ કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે.
ગાંધીનગર શહેરી વિસ્તારના પાંચ ગામોમાં માળખાગત સુવિધાઓનો અભાવ હોવાનો રોષ લાંબા સમયથી પ્રબળ બન્યો છે. અધુરૃ ગટર લાઇનની કામગીરીના લીધે પણ અગાઉ ગ્રામજનોમાં આક્રોશ પ્રવર્તયો હતો. જ્યારે શહેરી વિસ્તારના ગામોની ટોપોગ્રાફી પણ પાઇપલાઇનના નેટવર્ક માટે યોગ્ય ન હોવાથી પાણીની સમસ્યા વધુ જટલી બની છે. ત્યારે દાયકાઓના અંતે પાણીની પાઇપલાઇન અપગ્રેડ કરવાનુ અનિવાર્ય બન્યું છે.
અગાઉ શહેરી વિસ્તારના ગામોમાં પાણીના નવા બોર બાદ પાઇપલાઇન તેમજ સંપ અને ઓવરહેડ ટાંકીનુ કામ શરૃ કરી દેવાશે. પાણીનો ફોર્સ વધારવા માટે નાની લાઇનો બદલી મોટી લાઇનો નાંખવામાં આવશે. આ ઉપરાંત દરેક ગામોમાં પાણીની ઓવરહેડ ટાંકી તેમજ બોરરૃમ અને કંપાઉન્ડ વોલનું કામ હાથ ધરવામાં આવશે. આ કામગીરીને અનુલક્ષીને અંદાજિત રૃપિયા ૫ કરોડનો ખર્ચ કરવામાં આવશે. આ કામને અનુલક્ષી તંત્ર દ્વારા અગાઉ ટેન્ડર પ્રક્રિયા પણ પુર્ણ કરી દેવામાં આવી છે. જ્યારે કામગીરી શરૃ કરવા માટેનો વર્ક ઓડર પણ આપી દેવાયો છે.
શહેરી વિસ્તારના પાલજ, બાસણ, ઇન્દ્રોડા, ધોળાકુવા ગામોમાં પાણીની પોકારને ડામવા માટે તંત્ર દ્વારા વિતરણ વ્યવસ્થાને અપગ્રેડ કરવાનું કામ હાથ ધરાશે.