રાજુલામાં કોંગ્રેસ દ્વારા બુથ પ્રમુખો માટે ટ્રેનિંગ કેમ્પ

858
guj892017-2.jpg

રાજુલા પટેલ વાડી ખાતે કોંગ્રેસના ૯૮ વિધાનસભાના ૧૪ ઉમેદવારોની હાજરીમાં તેમજ નાનામાં નાના કાર્યકર્તાઓ માટે દિલ્હીથી રાજીવ સાતવજી ચૂંટણી નિરીક્ષક રાજ મહેતાની ઉપસ્થિતિમાં દરેક બુથ પ્રમુખો માટે ટ્રેનિંગ કેમ્પ યોજાયો હતો.
રાજુલા પટેલ વાડી ખાતે કોંગ્રેસના ૯૮ વિધાનસભાના ૧૪ ભાવી ઉમેદવારો અને નાનામાં નાના કાર્યકર્તાઓ માટે દરેક બુથ પ્રમુખો માટે ટ્રેનિંગ કેમ્પના અધ્યક્ષ રાજીવ સાતવજી તેમજ ચૂંટણી નિરીક્ષક રાજ મહેતા અને યજવેન્દ્રભાઈ દ્વારા કેમ્પ યોજાયો. જેમાં રાજુલા, જાફરાબાદ, ખાંભા મત વિસ્તાર વિધાનસભાના ભાવી ઉમેદવારોને પ્રશિક્ષણ વર્ગમાં જોડાયા. જેમાં કોંગ્રેસ તાલુકા પ્રમુખ પીઠાભાઈ નકુમ, બાબુભાઈ રામ, અંબરીશભાઈ ડેર, જિલ્લા બાંધકામ ખાતાના ચેરમેન ટીકુભાઈ વરૂ, બાબુભાઈ જાળોંધરા, નાયાભાઈ ગુજ્જર, વી.એમ. જોગદીયા, બાલાભાઈ સાંખટ, અંબાબહેન નકુમ, ચંદુભાઈ પટેલ, શહેર કોંગ્રેસ છત્રજીતભાઈ ધાખડા, ધીરૂભાઈ, એનએસયુઆઈના પ્રમુખ કરણભાઈ કોટડીયાની ટીમ સહિતને કોંગ્રેસ આવે છે ના મહાસુત્રને સાર્થક કરવા કડક ભાષામાં સર્વ કોંગ્રેસના કાર્યકર્તાઓને સજાગ કર્યા તેમજ અંબરીશભાઈ ડેર દ્વારા જણાવાયું કે, કોંગ્રેસ માત્ર પક્ષ નથી આઝાદીની વિચારધારા છે અને સફળ થવું અઘરૂ નથી પણ ઈમાનદારી સાથે સફળ થવું અઘરૂ છે એક નવો જોમ અને જુસ્સો દેખાય રહ્યો હતો.

Previous article અંબાજીનો પરંપરાગત મેળો સંપન્નઃ ર૬ લાખથી વધુ ભકતોએ મૉં ના દર્શનનો લાભ લીધો 
Next article રાજુલામાં નર્મદા રથનું પ્રાંત કચેરીએથી પ્રસ્થાન કરાવ્યું