આપના ઉમેદવાર ચૂંટણી ફોર્મ ભરવા પહોંચ્યા પરંતુ લેટ પડયા

683
gandhi24112017-6.jpg

ગાંધીનગર ઉત્તરમાંથી આપ પાર્ટીના ઉમેદવાર તરીકે સમર્થકો સાથે પહોંચેલા ઉમેદવારને મામલતદારે ચાર મિનિટ લેટ પહોંચ્યા હોવાનું કહી ફોર્મ બીજા દિવસે ભરવાનું કહેતાં કુતુહલ થવા પામ્યુ હતું. 
આપના ઉમેદવાર કોલવડા ગામના ગુણવંત પટેલે ફોર્મ ભરવા કલેકટર ઓફીસે સવા બે કલાકે પહોચ્યા હતા. પરંતુ મામલતદાર પાસે ચકાસણી વેળાએ મામલતદારે ત્રણ ને ચાર મિનિટ થઈ હોવાથી ત્રણ વાગે કામકાજ પૂર્ણ થઈ ગયેલ હોવાનું જાહેર કરતાં આજે ફોર્મ ભરવાનો વારો આવ્યો હતો. આમ વાજતે ગાજતે આવેલા આપના ઉમેદવાર લેટ પડયા હતા.

Previous articleધોરણ ૧૦ની પરીક્ષા માટેના ઉમેદવારોની સંખ્યામાં આ વર્ષે ઘટાડો થશે
Next articleઆસામના પૂર્વ સીએમ તરૂણ ગોગાઈએ ગાંધીનગરની મુલાકાતમાં ભાજપ સરકાર પર તીર છોડયા