હોમગાર્ડ સ્થાપના દિવસ ઉજવણીના ભાગ રૂપે કલોલ હોમગાર્ડ યુનિટ દ્વારા ટ્રાફિક જનજાગૃતિ માટે ટ્રાફિક અવરનેસનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કલોલ યુનિટના ઓફિસર કમાન્ડર એમ. કે. પરમારના નેતૃત્વમાં અમદાવાદ- મહેસાણા હાઇવે રોડ ઉપર આવેલ ગુરુકુળ તથા સિંદબાદ હોટલ આગળ હોમગાર્ડ મહિલા,પુરુષ સભ્યો દ્વારા આવતા જતા વાહન ચાલકોને ગુલાબનું ફૂલ તથા ચોકલેટ આપી સીટબેલ્ટ બાંધવા તેમજ હેલ્મેટ પહેરવા સમજ આપવામાં આવી હતી.


















