છબરડોઃ સરકારે નકશામાં કાશ્મિરનો કેટલોક ભાગ ઉડાડી દેતાં વિવાદ સર્જાયો

942

રાજ્ય શાળા પાઠ્‌યપુસ્તક મંડળના છઠ્ઠા ધોરણના સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાં ગુજરાત રાજ્યનો ૨૬ જિલ્લાવાળો જૂનો નકશો છપાતો હોવાની ઘટના પ્રકાશમાં આવ્યાને હજી એક અઠવાડિયું માંડ થયું છે, ત્યાં રાજ્ય સરકારે કાશ્મીરના ચોક્કસ ભાગને ભારતના નકશામાંથી બાકાત કરીને ફરી વખત આવો છબરડો વાળ્યો છે!

સીએમઓના સત્તાવાર ટિ્‌વટર હેન્ડલ દ્વારા ટિ્‌વટ કરવામાં આવેલા વીડિયોમાં એક સ્થળે વર્લ્ડ મેપમાં ભગવા રંગથી બ્લિન્ક થતો ભારતનો નકશો દર્શાવવામાં આવ્યો છે. જેમાં પાક અને ચીન અધિકૃત કાશ્મીર ભારતનો ભાગ ન હોવાનું દેખાઈ રહ્યું છે. જ્યારે આ વીડિયોની શરૂઆતમાં લીલા રંગથી દર્શાવેલા ભારતનાં વિવિધ રાજ્યોના નકશામાં જમ્મુ-કાશ્મીર રાજ્યને ભારતનો ભાગ તો ગણાવાયું છે, પણ તેને ત્રણ અલગ અલગ ભાગમાં વહેંચીને દર્શાવવામાં આવ્યું છે. આ રીતે અલગ દર્શાવેલા ભાગ હાલ પાકિસ્તાન અને ચીનના કબજા હેઠળ છે.ભાજપ સરકાર મોટાભાગની ઇવેન્ટમાં ભગવો કરવામાં જરાય પાછળ રહેતું નથી. આવી જ રીતે દેશની સૌપ્રથમ બાયોટેકનોલોજી યુનિવર્સિટી ગુજરાતમાં સ્થપાવાની છે તેનો એક વીડિયો તૈયાર કરાયો હતો. આ વીડિયો પણ ભગવા રંગે રંગાયેલો હતો. જ્યારે નકશામાંથી પાકિસ્તાન અને ચીનના કબ્જાવાળા કાશ્મીરના ભાગને ગાયબ કરી દેવાયો છે. આથી નવા વિવાદનો મધપૂડો છંછેડાવાની શકયતા છે.

આ વીડિયો સીએમ રૂપાણીના સત્તાવાર ટ્‌વીટર હેન્ડલ અપલોડ કરાયો ત્યારે વીડિયોમાં મોટું ભોપાળું સામે આવ્યું. જી હાં, આ વીડિયોમાં પૃથ્વીનો ગોળા ઉપર ભારત દેશને ભગવા રંગથી તો રંગી દીધો પરંતુ કાશ્મીરનો ભાગ દર્શાવાનું ભૂલી ગયા હતા. વર્લ્ડ મેપમાં ભારતના ભગવા રંગના નકશામાંથી પાકિસ્તાન હસ્તક કાશ્મીરના ભાગને બાદ કરી નાખવામાં આવ્યો હતો.

મળતી માહિતી પ્રમાણે રૂપાણી સરકારે કાશ્મીરના ચોક્કસ ભાગને દેશના નકશામાંથી બાકાત કરી ભોપાળું કર્યું.

આ વીડિયો ઝ્રર્સ્ંના સત્તાવાર ટિ્‌વટર હેન્ડલ પર ટ્‌વીટ કરી અપલોડ કરાયો હતો, જો કે આ ખામી ધ્યાને આવતા હાલ આ ટિ્‌વટ ડિલીટ કરાઇ હતી. આ વીડિયોમાં એક જગ્યાએ વર્લ્ડ મેપમાં ભગવા રંગથી બ્લિન્ક થતો ભારતનો નકશો દર્શાવવામાં આવ્યો છે. જેમાં પાક અને ચીન અધિકૃત કાશ્મીર ભારતનો ભાગ ન હોવાનું દેખાઈ રહ્યું છે. ભગવાકરણ કરેલા નકશામાં ભારતનો અધૂરો નકશો વિવાદ સર્જે તેવી શકયતા છે.

Previous articleજસદણ પેટા ચૂંટણી જંગમાં ભાજપ, કોંગ્રેસ સહિત આઠ ઉમેદવારો મેદાનમાં
Next articleગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાને હોસ્પિટલમાંથી રજા અપાઈ