આદસંગ ધામે પ્રેમદાસબાપુના આશ્રમે સંતવાણી કાર્યક્રમ યોજાયો

858

રાજુલા નજીક વિશ્વ પ્રસિધ્ધ આદસંગ ધામે સમર્થ સંત શિરોમણી ધુણાવાળા ઉદાસી બાપુ પુજય પ્રેમદાસ બાપુના આશ્રમે સંતવાણી કાર્યક્રમ યોજાયો જેમાં ભજન સમ્રાટ લક્ષ્મણ બાપુ, બિરજુ બારોટ, શેલેશ મહારાજ, અરવિંદ બારોટ, ધર્મેશ બારોટ તેમજ લોક સાહિત્યકાર મેરાણભાઈ ગઢવી દ્વારા ચાબખા માર્યા કે હિન્દુસ્તાનમાં બારોટ જ ન હોત તો દેશની અમેરિકા જેવી સ્થીતિ હોત ૧૦, હજાર ઉપરાંત માનવ મહેરામણ છલકાયો.

રાજુલા નજીક આદસંગ ધામે લોક સાહિત્યકાર મેરાણ ગઢવીના ચાબખા કે ભારત દેશની સંસ્કૃતિ માટે હિન્દુ સંસ્કૃતિના રખેવાળ માત્રને માત્ર બારોટ સમાજ છે જો બારોટ સમાજ જ ન હોત તો અમેરિકા જેવી સ્થિતિ હોત છે કોઈ અમેરિકામાં નાત જાત અને બારોટ સમાજ અમારા ચારણ ગઢવી સમાજના મોટાભાઈ છે. જે દુનિયાના તમામ હિન્દુઓએ બારોટ સમાજને પુજય પણે રાખવા જેવા ખુબ ચાબા માર્યા કે આ ક્ષત્રીય છે આ આહીર છે આ પટેલ કે કોળી સમાજ સહિત અઢારેય હિન્દુઓના પુર્વજોને ભાગવત સમાન પોતાના પરીયાનું રોજ પુંજન દીવા બત્તી કરે છે. અરે સાધુ સંતો ના પણ બારોટ  હોય છે. આવા મર્મશ ચાબખા માર્યા તેમજ સંતવાણી કાર્યક્રમમાં પુજય સંત અને ભજન સમ્રાટ લક્ષ્મણ બાપુ બારોટ, શેલેશ મહારાજ, બીરજુ બારોટ, અરવિંદ બારોટ, ઉમેશ બારોટના નાનાભાઈ ધર્મેશ બારોટે ર૦, હજારની જનમેદનીને મંત્ર મુગ્ધ કરી દીધી ઉદાસી સંત પ્રેમદાસ બાપુની ૭૬મી નિર્વાણ તિથીમાં સંતો મહંતોના સન્માન થયા જેમાં ગોદડીયા આશ્રમ બાઢડાના મહંત બંસીદાસ બાપુ, પ્રવિણનાથ બાપુ સાવરકુંડલા (બારોટ બાપુ) જુની બાર પટોળીથી પુજય ઉર્જા મૈયા તથા વાંકુની ધાર લાઠી સહિત સંતો તેમજ ધારાસભ્ય અંબરીષભાઈ ડેરની પણ ઉપસ્થિત રહેલ તમામ કાર્યક્રમના આયોજક સ્વ. હાદાભાઈ બારોટ (ભાદ્રોડ) પરિવારના ઘનશ્યામભાઈ બારોટ દ્વારા આયોજન તો થયું પણ આટલા બધા માનવ મહેરામણને સાચવનાર આદસંગ ગ્રામના ઉદાસી સેવક સમાજને ફાળે જશ જાય છે.

Previous articleદામનગર શહેર હોમગાર્ડ યુનિટ દ્વારા સ્થાપના દિવસની ઉજવણી
Next articleહોમીયોપેથી મેડિકલ બોર્ડના ડિરેકટરો મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રીની મુલાકાતે