ગુજરાતનું ભાવિ દારૂનાં રવાડે..!! સગીર વિદ્યાર્થીઓએ શાળામાં બોટલ ખોલી માર્યા પેગ

556

વિદ્યાર્થીમાં પુસ્તકના જ્ઞાનની સાથે સાથ સારા સંસ્કારોનું સિંચન થાય તે માટે પણ શિક્ષકો પ્રયાસ કરતાં હોય છે, જેમાં વ્યસન ન કરવાનું ખાસ શીખવવામાં આવે છે, પરંતુ એક એવી ઘટના બની છે જે જાણીને તમે દંગ રહી જશો. દાદરા નગર હવેલીના સેલવાસમાં એક સરકારી શાળામાં જ વિદ્યાર્થીઓ દારૂની પાર્ટી કરતાં નજરે પડ્યાં હતા. એક બે નહીં પરંતુ સાત જેટલા વિદ્યાર્થીઓ દારૂની મહેફીલ માણી રહ્યાં છે.

શાળામાં સારા સંસ્કારોનું સિંચન થાય તે માટે વાલીઓ પોતાના બાળકોને સ્કૂલ મોકલતા હોય છે. પરંતુ શાળામાં જ તેનામાં કુલક્ષણો પ્રવેશે તો જવાબદાર કોણ. સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસમાં આવેલા ટોકરખાડાની સરકારી શાળાનો એક વીડિયો વાયરલ થયો છે. વીડિયો સ્કૂલના કેટલાક બાળકો દારૂની મહેફીલ માણતા દેખાઇ રહ્યાં છે.સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે દારૂની મહેફીણ માણી રહેલા વિદ્યાર્થીઓ સ્કૂલનો ગણવેશ પહેર્યો છે. આ ગણવેશ સરકારી શાળાનો છે.

તો વીડિયોમા એક બે નહીં પરંતુ ૭ જેટલા વિદ્યાર્થીઓ દેખાઇ રહ્યાં છે, જેમાં બે વિદ્યાર્થી પેક બનાવી રહ્યાં છે, તો અન્ય વિદ્યાર્થી હાથમાં દારૂનો ગ્લાસ સાથે દેખાઇ રહ્યાં છે. તો તમામ વિદ્યાર્થી સગીર હોવાનું દેખાઇ રહ્યું છે, જેને લઇને સ્કૂલ સંકાલકો અને લાખો રૂપિયાનો પગાર લેતા શિક્ષકો કેમ આ વાતથી અજાણ છે.

Previous articleરાજ્યમાં જળસંકટ બન્યું ઘેરું, મોટાભાગના જળાશયોમાં ૧૦%થી પણ ઓછું પાણી રહ્યું
Next articleગુજરાતના શહેરોને વિશ્વના શહેરો સાથે સ્પર્ધા માટે સક્ષમ બનાવવા વિજય રૂપાણીનું આહવાન