ચૂંટણી ખર્ચ અને મીડિયા પ્રમાણીકરણ અંગે ઉમેદવારો, ચૂંટણી પ્રતિનિધિઓને માહિતગાર કરવા બેઠક સંપન્ન

808
guj26112017-1.jpg

ભારતના ચૂંટણીપંચ તરફથી જાહેર થયેલ કાર્યક્રમ મુજબ વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૭ અંતર્ગત અમરેલી જિલ્લાની વિધાનસભાની ચૂંટણી આગામી ૯-ડિસેમ્બર-૨૦૧૭ના રોજ યોજાનાર છેધ અમરેલી કલેકટર કચેરી ખાતે ઓબ્ઝર્વરો તેમજ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર સંજય અમરાણીની ઉપસ્થિતિમાં, વિધાનસભા ઉમેદવારો-પ્રતિનિધીઓને ચૂંટણી ખર્ચ દેખરેખ નિયંત્રણ અંગેની માર્ગદર્શક બાબતોની માહિતી અને મીડિયા પ્રમાણીકરણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર સંજય અમરાણીએ તટસ્થ અને ન્યાયી ચૂંટણી પ્રક્રિયા થાય તે માટે સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં સહયોગ આપવા અનુરોધ કર્યો હતો.  
જિલ્લા તિજોરી અધિકારીએ ચૂંટણી ખર્ચ દેખરેખ નિયંત્રણ અંગેની સૂચનાઓ-માર્ગદર્શિકાઓ વિશે પ્રેઝન્ટેશન રજૂ કર્યુ હતુ. હિસાબ જાળવવા માટેની કાર્યપધ્ધતિ, અલગ બેંક ખાતુ ખોલવા તેમજ ચૂંટણી ખર્ચ સંબંધિત નાણાકીય વ્યવહારો કરવાની પધ્ધતિ, ઉમેદવારના નિયમિત ખર્ચ વિવરણ સાથે બતાવવા, ખામીયુક્ત પત્રકોના પરિણામ, હિસાબમેળ અંગેની બેઠક સહિતની વિગતો જણાવવામાં આવી હતી. 
નાયબ માહિતી નિયામક બી.એસ. બસીયાએ પેઇડ ન્યૂઝ અંગેનું પ્રેઝન્ટેશન રજૂ કર્યુ હતુ. તેમણે પેઇડ ન્યૂઝ બાબતે, સમાચાર-ફોટોમાં સામ્યતા, અમુક ચોક્કસ હેતુથી સમાચાર-ફોટો પ્રસિધ્ધ પ્રજાને ગેરમાર્ગે દોરતી બાબતો, સાચો અભિપ્રાય રચવામાં લોકોને નબળા પાડે છે. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી રાજેશ આલે વીવીપેટ-ઇવીએમ રેન્ડમાઇઝેશન-ફર્સ્ટ લેવલ ચેક નિદર્શન કરવામાં આવ્યું હતુ.
બેઠકમાં ઓબ્ઝર્વર વિશ્વમોહન શર્મા, અજોય શર્મા, પ્રવીન કુમાર, ચૂંટણી ખર્ચ દેખરેખ નિયંત્રણ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી યોગેશ નિરગુડે, ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી પ્રજાપતિ, ઓઝા, સતાણી, ડાભી, માંકડ, જિલ્લા માહિતી કચેરી અમરેલી તેમજ ચૂંટણી શાખાના અધિકારી-કર્મચારીઓ, વિધાનસભા ઉમેદવારો-પ્રતિનિધીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

Previous articleદહેગામમાં રોહિત ઠાકોર કપાયા બલરાજસિંહ ભાજપમાંથી લડશે
Next articleજાફરાબાદના લોઠપુર ગામે પુનાભાઈ ભીલ દ્વારા સ્નેહમિલન સમારોહ યોજાયો