માનતા : કોંગ્રેસનો પંજો ઉપર રહેતા યુવાન ૧ કિમી આળોટી મંદિરે ગયો

1153

આજે પાંચ રાજ્યોના પરિણામમાં કોંગ્રેસનો પંજો ઉપર રહેતા રાજકોટના ભાવેશ પટેલ નામના યુવાને રસ્તા પર આળોટી એક કિલોમીટર સુધી મંદિરે જવાની માનતા પૂરી કરી હતી. પાંચ રાજ્યોમાં કોંગ્રેસ આગળ જ રહે તેવી માનતા કરી હતી. જેને લઇ આજે રાજકોટના હાથિખાનામાં રહેતા અને ૨૦ વર્ષથી કોંગ્રેસમાં રહેલા ભાવેશ પટેલે હાથીખાના અંબાજી મંદિરથી પેલેસ રોડ પર આવેલા આશાપુરા મંદિર સુધી જમીન પર આળોટતા આળોટતા જઇને દર્શન કર્યા હતા. તેણે જણાવ્યું હતું કે, પ્રજા યોગ્ય પક્ષ અને ઉમેદવાર નક્કી કરવા જાગૃત થાય તે માટે આ કરૂ છું, જસદણમાં પણ કોંગ્રેસ જીતે તે માટે આવી જ કંઇક માનતા રાખીશ.

Previous articleપાંચ રાજયોના પરિણામોને લઇને ભાજપમાં સન્નાટો
Next articleધંધુકા કોંગ્રેસ દ્વારા વિજયોત્સવ