રાણપુરમાં ઝવેરચંદ મેઘાણીની તકતી અનાવરણ કાર્યક્રમ યોજાયો

90

આ કાર્યક્રમમાં પૂર્વમંત્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમા, દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી હાજર રહ્યા
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ બોટાદ જીલ્લાના રાણપુર ખાતે પોલીસ સ્ટેશનની સામે આવેલ મેઘાણી-પ્રતિમાની આગળ મેઘાણી તકતી અનાવરણ કાર્યક્રમ યોજાયો હતો. આ 4.5 x 3.5 ફૂટની કાળા ગ્રેનાઈટ અને સોનેરી અક્ષરોવાળી કલાત્મક તકતીમાં ઝવેરચંદ મેઘાણીનું રેખાચિત્ર, હસ્તાક્ષર અને ઈતિહાસનું આલેખન કરવામાં આવ્યું છે. આઝાદી કા અમૃત મહોત્સવ તથા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતી વર્ષ અંતર્ગત આનું સવિશેષ મહત્વ છે.આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, દસક્રોઈના ધારાસભ્ય અને શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝાના પ્રમુખ બાબુભાઈ જમનાદાસ પટેલ, બોટાદ જિલ્લા વિકાસ અધિકારી લલિત નારાયણ સિંઘ સાંદુ, ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી, લોકગાયક અભેસિંહ રાઠોડ, નવા સરપંચ ગોસુભા પરમાર, ભાલ નળકાંઠા પ્રાયોગિક સંઘ (મુનિશ્રી સંતબાલજી આશ્રમ)ના પ્રમુખ અને ખેડૂત સહકારી આગેવાન દાજીભાઈ ફલજીભાઈ ડાભી, ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ અને ભારત સરકારના ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (કે.વી.આઈ.સી.)ની સેન્ટ્રલ ખાદી માર્ક કમિટીના ચેરમેન ગોવિંદસંગ ડાભી, સહકારી ક્ષેત્રના અગ્રણીઓ મનુભાઈ ચાવડા, ગગુભાઈ ગોહિલ, અગ્રણી નરેન્દ્રભાઈ દવે,રાણપુર સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ મુકુંદભાઈ વઢવાણા, સભ્યો પ્રકાશભાઈ સોની, વામનભાઈ સોલંકી, અનિરુદ્ધસિંહ ગોહિલ,મનિશભાઈ ખટાણા રમેશભાઈ બદ્રરેશિયા, ચોટીલા એજ્યુકેશન એન્ડ ચેરિટી ટ્રસ્ટના મહિપતસિંહ વાઘેલા હાજર હતા.
તસવીર-વિપુલ લુહાર,રાણપુર