ગુસ્તાખી માફ

5427
smiley.jpg

ચૂંટણી ટાણેજ સંઘની રામમંદિરની જુની પીપુડી ફરી પાછી વાગવા માડે છે 

મોહન ભાગવતે રામમંદિરના નિવેદન બાદ દેશના મુસ્લીમોનો વિરોધ આ બધુ ચૂંટણીઓ આવે ત્યારે જ કેમ થાય છે અને વળી પાછા ભાજપના નેતાઓ જાતિવાદ કાઢવાનું આળ વિરોધપક્ષ પર ચડાવતા જોવા મળે છે. 
આમ વર્તન અલગ અને વાણી અલગ એ છેલ્લા કેટલાક સમયથી ભાજપની શિસ્ત બની ગઈ હોય તેમ લાગે છે. ચુંટણી જીતવાના પ્રપંચ અને સ્તર એટલું વધુ નીચું ઉતરી ગયું છે વિરોધ પક્ષને ભાંડવા સિવાય ભાજપ પાસે કંઈ નથી કોંગ્રેસનું ૬૦ વૃષના રાજનું જુનુ ગાણં અને રામમંદિરના નાતે હિન્દુ-મુસ્લીમ વૈમનસ્ય તનાવ ફેલાવવો એ જ માત્ર એજન્ડા બની ગયો છે. 
વિકાસના નામે ચૂંટણી લડતા ભાજપના નેતાઓના ભાષણમાં કયાંક વિકાસ કામોનો ઉલ્લેખ નથી હોતો તેમાં માત્રને માત્ર વિરોધપક્ષને નિશાન બનાવવાની વાતો જ હોય છે તેના કૌભાંડની મોટેથી ભાષણો કરી ચૂંટણી જીતવા માંગે છે. બાકી તો જીએસપીસીનું હોય કે ટાટાને નાતે ગરીબોના પ્રજાના પૈસાની વહેંચણી કે પછી રીલાયન્સ એસ્સારના બાકી નાણાની વાત તેઓ પોતાની બહાદુરી સમજે છે તેનો જવાબ આપવાની હિંમત કોઈ નેતામાં નથી. પરંતુ યુવાનો આ બધી બાબતો સમજવા લાગ્યા છે. વિકાસ ગાંડો થયો તે પછી ભાજપ પાસે કંઈ બચ્યુ જ નથી કે હિન્દુ -મુસ્લિમ મુદે કંઈ નવું કહી શકા બાકી વાતો ડીઝીટલ યુગની અને પરંપરાગત જાદુગરો દ્વારા પ્રચાર આ છે ભાજપની કથની અને કરણી. 
રાજકારણ સેવાને બદલે બિઝનેશ સેવકો બન્યા બિઝનેશમેન લોકસેવા ભુલાઈ 

સૌથી મોટી લોકશાહીના ચૂંટાયેલા સભ્યો એટલે ધારાસભ્યો અને સંસદ સભ્યો આજકાલ દરેક ચૂંટણીમાં જાહેર થતી પોતાની મિલ્કતોમાં મોટા બિઝનેશમેનને પણ પાછળ મુકે તેટલો વધારો ખુલ્લેઆમ બતાવી રહ્યા છે. તેઓ કહેવાય છે સેવકો કે પછી લોક સેવકો પરંતુ તેઓએ ધીમે ધીમે પોતાની ફાઈનાન્સ્યલ સ્ટેટસ સુધારણા કાર્યક્રમ એક આદર્શ બિઝનેશમેનની જેમ શરૂ કર્યો છે. લોકશાહીના નિમયોનો જ ઉપયોગ કરી પ્રથમ દલા-તલવાડી વાળી દ્વારા પોતાના પગાર અને ભથ્થા શરૂ કરાવ્યા ત્યારબાદ તેના ર૦૦ ટકાનો વધારો તેમણે તમામ પક્ષોના સભ્ય્‌ દ્વારા વધારાવો તેમાં એકાદ સભ્યને વાંધો જરૂર ઉઠાવ્યો પરંતુ તેની કયાં ચાલવા દે આ લોકો.. 
આમ તો એટલે થી અટકીને પણ ભથ્થાના બદલામાં સમાજ સેવા કરી હોય તો વાંધો ન હતો પરંતુ છેલ્લા પાંચ વર્ષમાં મંત્રીમંડળના મંત્રીઓની મિલ્કતોમાં પણ પ૦ લાખથી કરોડ કે કરોડોનો વધારો થયો છે જેને વિકાસ કહી શકાય. કોઈપણ સામાન્ય બિઝનેશ કરતાં પણ તેની ટકાવારી અત્યંત વધારે અને સારી છે તેથી કહી શકાય કે હવે રાજકારણ એક બિઝનેશ – ધંધો બની ગયું છે. અને તેમાં આવતા સેવકો આદર્શ મેનેજીંગ ડીરેકટરો બનીને પ્રજાના ટ્રસ્ટીની જગ્યાએ પોતાના વિકાસમાં પડી ગયા છે. 
કેશુભાઈની સરકાર હતી તે વાતને હજી માંડ થોડાક વર્ષો થયા છે ત્યારે કેટલાક ધારાસભ્યો પાસે પોતાનું સ્કુટર કે બાઈક માંડ હતું એમએલએ કવાર્ટરમાં થોડા જ ફોર વ્હીલર હતા જયારે આજે દરેક કવાર્ટર સામે ફોરચ્યુનર અને ઈનોવાથી નાની ગાડી નથી અને છેલ્લા ચાર વર્ષથી ચૂંટાયેલા સભ્યોની આવકમાં અધધ વધારો થયો છે. વળી લોકપાલના કાયદાને કાયમ કરતાં સત્તાધીશો દ્વારા નબળો ને નબળો બનાવી દીધો છે. જેથી આવો સફેદ ભ્રષ્ટાચાર અને તેનો જવાબ માત્ર લોકશાહીમાં પ્રજા જ આપી શકે તેમ છે. સ્તર અત્યંત નબળું પડી ગયું છે તે લોકશાહીની નબળાઈ બની ગઈ છે. 
કોંગ્રેસને હજીપણ આંતરિક શિસ્ત અને અંદર અંદરની લડાઈ હરાવે તો નવાઈ નહીં

કોંગ્રેસમાં પહેલાં જેવું વાતાવરણ હતું તેને બદલે હવે શિસ્ત કે પક્ષને વફાદારી જેવું કંઈ રહ્યું નથી કારણ છેલ્લા કેટલાંય સમયથી નવી નેતાગીરીનો અભાવ જુના ને જુના આગેવાનોને ધરમૂળથી બદલલવાનો વારો હવે કોંગ્રેસ માટે અતિ મહત્વનો બની રહ્યું છે. 
કારણ એ જ વાવેલાં બીજ અને એજ માળી હોવાથી અંદર અંદર ઝઘડા અને ટાંટીયા ખેંચ યથાવત રહી છે. ભાજપમાં નેતાગીરીની બીકથી કોઈ વધારે આવી પ્રતિક્રિયાઓ કરી શકતું નથી નશ્યત કરી દેતાં સહેજે તેઓ વાર કરતાં નથી. કારકીર્દી સીધી ખલાસ કરી દેવાય છે. તેવા જ મજબૂત પગલાં એ કોંગ્રેસ નહીં ઉઠાવે તો જીત્યા બાદ પણ પક્ષને વફાદાર રહેનારની સંખ્યા તેમાંથી નીકળી આવશે. 
આ વખતે પણ ટીકિટો વહેચ્યા પછી કેટલાક નેતાઓના કહેવાતા પાળેલા માણસોને બદલે જીતે તેવા ઉમેદવારની પસંદગી થઈ તો વિરોધના વમળો એન મારામારી ઉભા થયાં તો કયાંક આવા જુના નેતાઓ પોતાને માટે ટીકિટ પાકી કરાવી આવ્યા જયાં ખરેખર બદલવાની ખાસ જરૂરિયાત હતી તેમાં નવા માણસો આગળ ન આવવા દેતાં રમખાણ થયા પરંતુ કોંગ્રેસને હવે હોલસેલમાં નવા નેતાઓની જરૂર ઉભી થઈ છે. યુવાન અને નિષ્ઠાવાન નેતાઓ આવે તો ભાજપ સામે બાથ ભીડી શકાશે. નહી તો ફરી એકવાર હાર કે થોડા માણસો પૈસા માટે વેચાઈ જશે અને સત્તા મળશે નહીં. પંજાબમાં જેમ કેસરને આગળ કરતાં વિકલ્પ તરીકે પ્રજાએ પસંદ કર્યા તેવી રીતે જ ગુજરાતમાં પણ કડક શુસાસનની જરૂર છે. નહીં તો વેંત છેટું જ રહેવાનું!! 
રેશમા, વરૂણ ભાજપ માટે છછુંદર ગળ્યા સમાન બની ગયા છે ! પાટીદારોને દઝાડે છે 

રેશમા અને વરૂણ પાસમાં રહી તેમણે પોતાની નેતાગીરી સાબિત કરતાં ભાજપે ખાસ કિસ્સામાં તેમને લઈને વળી તેમના પ્રવકતા બનાવ્યા ત્યારબાદ તેમના જુના વિડીઓએ સોસીયલ મિડીયામાં ધૂમ મચાવી છે. 
ભાજપને ગાળો દેતાં અને નરેન્દ્ર મોદી જેવા વડાપ્રધાન જેવા મહત્વના અને સન્માનનીય ને માસીબા કહેતાં વરૂણના વિડિયો પાટીદારોના સોસીયલ મિડિયામાં હોટ ફેવરેટ બન્યા છે અને તેને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડાઈ રહ્યા છે જેથી પણ ભાજપ માટે આ બંન્ને સાથે છછુંદર ગળ્યા જેવો ઘાટ થયો છે. 
વળી જાહેર સભામાં લઈ જવાને બદલે મિડિયામાં ખાસ પોતાની વાત મુકવા માટે રેશમાં અને વરૂણનો ઉપયોગ પાટીદારોમાં વધુ કિન્નાખોરી અને અમીચંદોની યાદ અપાવી વધુ જોરથી ભાજપનો વિરોધ કરવાનું બળ પુરુ પાડે છે. જેથી ભાજપને તેમનાથી ફાયદો કરતાં નુકશાન વધારે થઈ રહ્યું છે.