મહીસાગર ૧૨૨ લુણાવાડા વિધાનસભામાં અને રાહુલ ગાંધીએ જન અધિકાર સભાનું સંબોધન કર્યું હતુ. આ જન અધિકાર સભામાં કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી, સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલ, જગદીશ ઠાકોર લુણાવાડા વિધાનસભાના ધારાસભ્ય અને સંભવિત ઉમેદવાર- હિરાભાઈ પટેલ હાજર રહ્યા હતા.
આ સભાને સંબોધન કરતા ગુજરાત કોંગ્રેસ પ્રમુખ દ્વારા ભાષણમાં ભાજપની સરકાર ઉપર ચાબખા માર્યા હતા. તેમાં ભાજપ સરકાર દ્વારા ચૂંટણીમાં અનેક જાતની લોલીપોપ આપવાની ટેવ છે. ત્યારે યુવાનોને રોજગારી પૂરી પાડવાનું કામ કોંગ્રેસ કરશે તેમજ ખેડૂતો ભાજપની સરકારમાં બરબાદ થયા છે. ત્યારે કોંગ્રેસ સરકાર આવશે તો ખેડૂતોનું દેવુ માફ કરશે અને ૨૪ કલાક ખેતીની વિજળી આપશે.
ગુજરાતની પ્રજા ભાજપનું સાઈનિંગ કાઢી નાખવાની છે. ત્યારે ભરતસિંહે ટૂંકુ ભાષણ કર્યુ હતુ. તેમાં શરૂઆત ભાજપ દ્વારા ચૂંટણીમાં જાદુગરથી કરી હતી અને જણાવ્યું હતુ કે ચૂંટણીમાં જાદુગરની શી જરૂર છે. આટલો મોટો જાદુગર છે. ત્યારે ૮ નવેમ્બર ૨૦૧૬ને રાત્રે ૧૨ વાગે જાદુ કર્યા અને ૫૦૦ અને ૧૦૦૦ હજારની નોટો ગાયબ કરી દીધી અને ગરીબ પ્રજા બેન્કોમાં લાઈનમાં પડ્યા અને અમુક ચાર-પાંચ માણસોના જાદુ કરીને કાળા નાણાં સફેદ કરી દીધા.ત્યારબાદ ફરીથી રાત્રે ગબ્બરસિંહ ટેક્સ લાગુ કર્યો ત્યારે તમે કોઈ વસ્તુ ખરીદો છો તો જાદુથી તમારા પૈસા ખિસ્સામાંથી જતા રહે છે. પેટ્રોલ ડીઝલના ભાવ વધતા જાય છે. એનાથી એમના ૫, ૧૦ ઉદ્યોગપતિઓને ફાયદો થાય છે. જેટલા પૈસા અમે મનરેગામાં નાખ્યા એનાથી વધુ નરેન્દ્ર મોદીએ નેનો કારમાં નાખ્યા ત્યારે પ્રજાને સવાલ કરીને પૂછ્યુ હતુ કે તમને નેનો કાર દેખાય છે. ખરી, અને ૩૩ હજાર કરોડ ગાયબ થઈ ગયા. ત્યારે જનતાને જણાવવાનું હતુ કે આ બધા પૈસા તમારા હતા. નરેન્દ્ર મોદીના હતા. આ ૩૩ હજાર કરોડ એક જ ઉદ્યોગ પ્રજાને આપ્યા એવા ૫થી ૧૦ છે. ત્યારે આ નેનો કાર કરતા કોલેજ કે યુનિવર્સિટીમાં હવે જાદુગરે પાર્લામેન્ટ બંધ કરી દીધી.