સિવિલમાં દવા- કેસ બારીનું કામ બે વર્ષથી ખોરંભે

619

શહેરની સિવીલ હોસ્પિટલમાં બે વર્ષથી દવા અને કેસ બારીનું કામ ખોરંભે પડતા આવી નવી સુવિધાને લગતુ કામ અટકી જતા દર્દીઓને તેનો લાભ મળી શક્યો નથી. તેથી આ બાબતે તંત્રએ નકકર આયોજન કરવું જોઈએ તેવી માગણી થઈ રહી છે.

સિવિલ હોસ્પિટલમાં કેસબારી, દવાબારી, એનઆઇસીયુ અને પીઆઇસીયુ ના કામ માટે ત્રણ ત્રણ વખત ટેન્ડરિંગ કરવા છતાં આવી કામગીરી કરવા માટે કોઇ કોન્ટ્રાક્ટર તૈયાર ન હોય તેવું લાગી રહ્યુ છેે. તેના કારણે બે વર્ષથી આ કામ અટવાઈ ગયુ છે.દવા અને કેસ બારીનું કામ શરૂ કરાવવા કેસ અને દવાબારી માટે તોડફોડ કર્યા બાદ કામ અટકી પડતા પ્રોજેક્ટ ઇમ્પ્લીમેન્ટેસ યુનિટ દ્વારા પડદા લગાવવાની ફરજ પડી છે.  ગાંધીનગર મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી સંચાલિત ગાંધીનગર સિવીલ હોસ્પિટલમાં છ વર્ષથી મેડિકલ કોલેજ કાર્યરત છે. આથી એમસીઆઇની ગાઇડ લાઇન મુજબ સમયાંતરે જરૂરી સુધારા વધારા માટે મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવે છે.

પરંતુ ગાંધીનગર સિવીલ હોસ્પિટલમાં મેન્ટેનન્સની કામગીરી કરવામાં કોઇ કોન્ટ્રાક્ટરને રસ ન હોય તેમ બે વર્ષથી દવાબારી, કેસબારી, પીઆઇસીયુ અને એનઆઇસીયુના રિનોવેશનની અટકી પડેલી કામગીરી પરથી લાગી રહ્યું છે. રિનોવેશન માટે અંદાજે બે કરોડ જેટલું બજેટ પણ ફાળવાયું હોવા છતાં પીઆઇયુને ત્રણ ત્રણ વખત ટેન્ડરો રદ કરવાની ફરજ પડી છે. રિનોવેશન માટે પ્રથમ અને ત્રીજી વખત ટેન્ડરિંગમાં માત્ર એક જ ટેન્ડર આવ્યું હતું. બીજી વખત વર્કઓર્ડર લેઇટ મળ?તા ટેન્ડર રદ કરવામાં આવ્યું હતું. જોકે કેસબારી અને દવાબારી માટેની કામગીરી અધુરી રહેતા તેની આડશ માટે પડદા લગાવવાની ફરજ પડી છે. છેલ્લા બે વર્ષથી આ સ્થિતિને જોતા રિનોવેશનની કામગીરીમાં કોઇ જ કોન્ટ્રાક્ટરને રસ નથી તેવું ચિત્ર ઉપસ્યું છે.

સિવિલ હોસ્પિટલમાં છેલ્લા બે વર્ષથી દવાબારી અને કેસબારીની કામગીરી અટકી પડતા આ રિનોવેશનની કામગીરીમાં કોન્ટ્રાક્ટરોને રસ નથી તેવું લાગી રહ્યું છે.જેથી હાલ દર્દીઓ પરેશાનીમાં મૂકાઈ રહ્યા છે.

Previous articleઅમદાવાદમાં જુગાર રમતા ૪પ લોકો પકડાયા
Next articleવાયબ્રન્ટ સમીટ પહેલાં વધુ એકવાર ઝૂંપડા પર દબાણનો હથોડો વિંઝાશે