થોરાળી ગામનું તળાવ લીક-સર્જી શકે છે જળ હોનારત

1218
bhav892017-5.jpg

ભાવનગરના સિહોર તાલુકા નું થોરાળી ગામ કે જ્યાં તંત્ર દ્વારા બનાવવામાં આવેલું તળાવ રૂપી ચેકડેમ કે જેની કામગીરી સાવ નબળી હોય અને પહેલીવાર વરસાદ માં ભરાઈ જતા તેની પોલ બહાર આવી છે .હાલ આ તળાવ અનેક જગ્યાઓ પરથી લીક થઇ રહ્યું છે અને વધુ વરસાદ આવે તો આ તળાવ જળ હોનારત પણ સર્જી શકે છે જેમાં આ તળાવ નીચે આવતા ત્રણ ગામો ભારે પ્રભાવિત થઇ શકે તેમ છે .સિહોર તાલુકાનું થોરાળી ગામ કે જ્યાં જીલ્લા પંચાયત દ્વારા એક મોટો ચેકડેમ બનાવવામાં આવ્યો છે .જે ગામ માટે એક તળાવ સમાન છે .આ ચેકડેમ થોડા વર્ષો અગાઉ બનાવવામાં આવ્યો છે .પરંતુ અત્યારસુધી તે ક્યારેય ભરાયો ના હતો જેથી કોઈ પોલ બહાર આવી ના હતી પરંતુ થોડા દિવસ પહેલા આવેલા ભારે વરસાદમાં આ તળાવ ભરાઈ જતા લોકોમાં એક સમયે ખુશી છવાઈ ગઈ હતી પરંતુ ગણતરીના દિવસોમાં આ તળાવ રૂપી ચેકડેમ યમરાજ સમાન નજરે પડી રહ્યો છે.જેનું કારણ છે આ તળાવ ના નિર્માણ માં ભારે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોય અને અતિ નબળી કામગીરી કરવામાં આવી હોય આ તળાવ અનેક જગ્યાઓ પરથી લીક થઇ રહ્યું છે અને તેનું ભરપુર પાણી ગામ માંથી પસાર થઇ રહ્યું છે .જો તળાવ વધુ વરસાદ માં તૂટે તો થોરાળી ની સાથેસાથે બાખલકા-પીંગલી જેવા ગામો માં પર તારાજી સર્જી શકે છે .જેથી ગ્રામજનો દ્વારા તાકીદે આ બાબતે કાર્યવાહી કરવામાં આવે અને તળાવની રીપેરીંગ ની કામગીરી હાથ ધરાય તે બાબતે રજૂઆત કરવામાં આવી છે .

Previous article આંતર કોલેજ સ્પર્ધા મોડી શરૂ કરાતા NSUI દ્વારા રજૂઆત
Next article સિહોરમાં ઓર્ગેનિક લિક્વિડનો ટાંકો ફાટ્યો : કોઈ જાનહાની નહીં