ઈદેમિલાદ નિમિત્તે શહેરની દરગાહો,મસ્જીદોમાં રોશનીનો ઝળહળાટ

685
bvn29112017-7.jpg

ઈસ્લામ ધર્મના મહાન હઝરત મોહંમદ પયગમ્બર સાહેબના જન્મદિવસ તા.ર ડિસેમ્બરને શનિવારના રોજ ઉજવવામાં આવશે. ઈદે મિલાદની ઉજવણી નિમિત્તે મુસ્લિમ સમાજમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરની વિવિધ વિસતારમાં આવેલી દરગાહો, મસ્જીદો, શેલારશાપીરની દરગાહ સહિત તેમજ શહેરના મુસ્લિમ વિસ્તારો સાંઢીયાવાડ, અલકા સિનેમા રોડ, માઢીયા ફળી, અમીપરા, ઉપરકોટમાં પણ રસ્તાઓ અને મકાનો આકર્ષક લાઈટ ડેકોરેશનથી શણગાર કરીને રોશનીનો ઝળહળાટ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ઈદે મિલાદ નિમિત્તે બાપુની વાડી ચાવડીગેટ ખાતેની વિશાળ ઝુલુસ કાઢવામાં આવશે. જે શહેરના મુખ્ય માર્ગો પર ફરીને પરત ફરશે.

Previous articleસિહોર તાલુકાના બુઢણા ગામે ભાજપ કાર્યકરનું પૂતળાદહન
Next articleશંકર ચૌધરીની ડીગ્રી પ્રશ્ને હવે પંચમાં ફરિયાદ કરાઈ