પાટીદારોને અનામત પ્રશ્ને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો : રવિશંકર પ્રસાદ

665
guj29112017-8.jpg

કેન્દ્રીય કાયદાપ્રધાન રવિશંકર પ્રસાદે આજે અમદાવાદની મુલાકાત દરમ્યાન કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, તકવાદી રાજનીતિનું ઉત્તમ ઉદાહરણ આજે ગુજરાતમાં કોંગ્રેસ બન્યું છે.  કારણ કે, પાટીદારોને ગેરમાર્ગે દોરીને કોંગ્રેસ અનામત આપવાની વાત કરે છે તો કોંગ્રેસ કેવી રીતે ૫૦ ટકાથી વધુ અનામત આપશે તેનો રોડમેપ કોંગ્રેસ બતાવે. અનામત આપવાની વાત એ છેતરપીંડી છે કે દેખાડો છે તે કોંગ્રેસ સ્પષ્ટ કરે. અનામતના નામે મતોની સોદાગરી માટે કોંગ્રેસ પાટીદારોને છેતરવાનું બધ કરે. સુપ્રીમકોર્ટના સાત જેટલા મહત્વના જજમેન્ટ ટાંકીને ભાજપના કેન્દ્રીય નેતાએ કોંગ્રેસ પર પ્રહાર 
કરતાં જણાવ્યું હતું કે, સુપ્રીમકોર્ટના આઠ જજોની બેંચે ઇન્દ્રસહાની સહિતના કેસોમાં સ્પષ્ટ ઠરાવ્યું છે કે, ૫૦ ટકાથી વધુ અનામત કોઇ સંજોગોમાં ના મળી શકે. સુપ્રીમકોર્ટે આ મામલે સ્પષ્ટ કરી દીધુ હોવાછતાં કોંગ્રેસ પાટીદારોને કયા આધાર પર અને કેવી રીતે અનામત આપવાની વાત કરે છે તે સમજાતું નથી. પાટીદારો સાથે અનામતની લાલચ આપી મતો માટે છેતરપીંડી એ કોંગ્રેસની તકવાદી રાજનીતિની પરાકાષ્ટા છે. સરદાર પટેલને કોંગ્રેસ કરેલા ભારોભાર અન્યાય મુદ્દે પણ રવિશંકર પ્રસાદે કોંગ્રેસ પર ચાબખા વરસાવ્યા હતા કે, સરદાર પટેલે ભાજપની ૫૫૪ રજવાડાઓને દેશમાં વિલીન કર્યા, જયારે જવાહરલાલ નહેરૂએ માત્ર એક કાશ્મીર રાજય હાથમાં લીધુ, જેનો પ્રશ્ન આજદિન સુધી નથી ઉકેલાયો. સરદાર પટેલના લીધે જ આજે ભારત દેશ એક અને અખંડ છે. આવા અખંડ ભારતા શિલ્પી સરદાર પટેલને તેમના ૧૯૫૦મા મૃત્યુના ૪૧ વર્ષ બાદ કોંગ્રેસે ભારત રત્નનો ખિતાબ આપ્યો તે બહુ અપમાનજનક વાત છે. આ ૪૧ વર્ષમાં નહેરૂ ૧૮ વર્ષ, ઇન્દિરા ગાંધી ૧૬ વર્ષ અને રાજીવગાંધી પાંચ વર્ષ સત્તામાં રહ્યા તો આ ૪૦ વર્ષોમાં પણ કેમ કોંગ્રેસને સરદાર પટેલને ભારત રત્ન આપવાનું યાદ ના આવ્યું અને આજે સરદાર પટેલ અમારા અધ્યક્ષ હતા એમ કહી કોંગ્રેસ રાજકીય લાભ ખાટવાનો હીન પ્રયાસ કરી રહી છે. તેમણે રાહુલ ગાંધી પર સીધા પ્રહાર કરતાં જણાવ્યું કે, મુંબઇ હુમલાના બે વર્ષ બાદ ૨૦૧૦માં રાહુલ ગાંધીએ અમેરિકાના રાજદૂત તીમોથી રોમરને લશ્કર એ તૌયબાની સરખામણીએ હિન્દુ ટેરર એટલે કે, ભગવા આંતક વધુ પડકારરૂપ અને ખતરનાક હોવાનું જણાવ્યું હતું અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને આ મામલામાં જોડવાનો હીન પ્રયાસ કર્યો હતો જે શરમજનક કૃત્ય કહી શકાય. આજે સમગ્ર વિશ્વમાં પાકિસ્તાન પ્રાયોજિત આંતકવાદ અને આઇએસઆઇએસ સૌથી મોટી પડકારરૂપ સમસ્યા છે. એ પછી ૨૦૦૯માં શર્મલ એ શેખમાં તત્કાલીન પાકિસ્તાની વડાપ્રધાન સાથેની મુલાકાત અને સંયુકત નિવેદનમાં કોંગ્રેસના તત્કાલીન વડાપ્રધાન ડો.મનમોહનસિંહે બલુચિસ્તાન માટે પાકિસ્તાનની ચિંતાને સ્વીકારી હતી, જે ઘણું દુઃખદ છે. કોંગ્રેસે હંમેશા રાષ્ટ્રહિતને બાજુએ મૂકયુ હતું. સર્જિકલ સ્ટ્રાઇકના પુરાવા માંગનાર રાહુલ ગાંધીએ આપણા દેશના મહાન સૈનિકોની શહાદતનું અપમાન કર્યું છે. કોંગ્રેસને ઓળખી ગયેલી ગુજરાતની જનતા આ વખતે ઐતિહાસિક મતદાન કરશે.