રાજુલામાં હીરાભાઈના પ્રયાસોથી શરૂ થયેલા રસ્તાના કામોનો ધમધમાટ

521
guj1122017-2.jpg

રાજુલા બાયપાસ કોટેશ્વર મંદિરથી મહુવા જકાતનાકા, હોસ્પિટલ થી આંગરીયા જકાતનાકા રૂા.૪પ લાખના ખર્ચે રોડ સહિત રાજુલા શહેરના કરોડો રૂપિયાના ખર્ચે રોડ મંજુર કરી જેના ખાતમુર્હુત તેના જ લોકાર્પણ હીરાભાઈ સોલંકી દ્વારા કરાયા હતા.
રાજુલાના અત્યાર સુધીના રોડ રસ્તાના હીરાભાઈ સોલંકીની જહેમત અને હાજરી સાથે ખાતમુર્હુત તેના કરોડો રૂપિયાના ખર્ચે બનેલ રોડના લોકાર્પણ થયા તેમાં ૧ મેઈન રોડનો વધારો રાજુલા શહેરના બાયપાસ પ્રવેશદ્વાર કોટેશ્વર મંદિરથી છેક મહુવા જકાતનાકા તેમજ હોસ્પિટલથી છેક આગરીયા જકાતનાકા સુધી રૂા.૪પ લાખના ખર્ચે ખાતમુર્હુત કરેલ તે રોડ બનાવવાનો ધમધમાટ શરૂ થયો જે કોટેશ્વર મંદિર સુધી પહોંચેલ. જ્યાં કોટેશ્વર મંદિરના મહંત રમેશગીરીબાપુ ભાભલુભાઈ વરૂ, માંજરીયાભાઈ, બાલુભાઈ ધાખડા, નાગભાઈ બારોટ સહિત સાક્ષી બનેલ.