જાફરબાદ તાલુકાની ટીબી જિલ્લા પંચાયત સીટના મત વિસ્તારમાં રૂપિય પ કરોડ ૩૬ લાખના નવા ડામર રોડનું ખાતમુહુર્ત કરાયું હતું.
ટીબી જિલ્લા પંચાયતના સભ્ય ટીકુભાઈ વરૂએ પોતાના મત વીસ્તારમાં ધારાસભ્ય અમરીષભાઈ ડેરના માર્ગદર્શન હેઠળ છેલણાથી ભાડા, ધારાબદરથી રાજપરા, રોહિસાથી ખત્રીવાડાના કાચારોડને પાક ડામરથી બનાવવા માટે પ કરોડ ૩૬ લાખના ખર્ચના રોડ ખાતમુહુર્ત કરતા જાફરાબાદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નાથાભાઈ પરમાર, છગનભાઈ વાઘેલા, ધીરૂભાઈ વરૂ, દડુભાઈ વરૂ, હરજીભાઈ પટેલ, બિઝલભાઈ બાભણિયા, કાદરભાઈ જાડેજા, પ્રદિપભાઈ વરૂ, દિપકભાઈ પટેલ, મગનભાઈ જોગદિયા સહિતના કોંગ્રેસના આગેવાનો ગ્રામજનોની હાજરીમાં બાંધકામ સમિતિના પુર્વ ચેરમેન ટીકુભાઈ વરૂએ વર્ષોથી લોકો હેરાન પરેશાન થતા તેવા રોડના ખાતમુહુર્ત કરતા આ વિસ્તારના ગામોની જનતામાં ખુશીનો માહોલ જોવા મળેલ.



















