રાજુલા – ઉના રોડ ઉપર પુલ તુટતા બાયપાસ વિસ્તારમાં ભયનો માહોલ

889

રાજુલા ઉના રોડ નેશનલ હાઈવે પર આવેલ હિંડોરણા ગામનો પુલ તાજેતરમાં તૂટતાં હાલ બાયપાસ કાયા છે તેમાં ગ્રામ્ય પ્રજા ત્રાહિમામ પોકારી ગયા છે. તાકીદે આ બાબતે કાર્યવાહી કરવા માંગ ઉઠવા પામી છે.

આ પુલ તુટી જતા હાલ કોટડી આગરીયા ગામ થઈ કાતર વાળા રસ્તે બાયપાસ કાઢ્યો છે. જયાં પુલ અતિ નાના છે રસ્તાઓ નાના છે. આથી ભયનો માહોલ છે. લોડિંગ વાહનોને લીધે આ પુલ તેમજ ગ્રામ્ય રસ્તાઓને ખાસ નુકશાન થઈ રહ્યું છે. તેવા સમયે આ બાબતે તંત્ર દ્વારા યોગ્ય કરવા માંગ ઉઠી છે.  આ માર્ગનો બાયપાસ હિંડોરણા આસપાસથી કાઢી થોડો મોટો રસ્તો કરી લોડિંગ વાહનો ચાલી શકેતેવી વ્યવસ્થા કરવા માંગ ઉઠી છે.

Previous articleલખનૌ ખાતે વાજપેયીની ૨૫ ફૂટની પ્રતિમા બનશે : યોગી આદિત્યનાથ
Next articleરાજુલાના રામપરા ગામે સિંહ પરિવારે ગાયનું મારણ કર્યુ