કુંભારવાડા ખાતે નવનિર્મિત મંદિરની પ્રાણપ્રતિષ્ઠાનો પ્રારંભ

696
bvn2122017-7.jpg

શહેરના કુંભારવાડા ખાતે આવેલ બાનુબેનની વાડીમાં નવનિર્મિત બહુચરાજી માતાના મંદિર ખાતે આજથી ત્રણ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ભવ્ય પ્રારંભ થયો છે.
કુંભારવાડા સ્થિત બહુચરાજી મિત્ર મંડળ દ્વારા બાનુબેનની વાડી શેરી નં.ર ખાતે આવેલ નવનિર્મિત મંદિર બહુચરાજી ધામ ખાતે તા.૧-૧ર થી ૩-૧ર સુધી નવા મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ દિને સવારે દેહશુધ્ધિ હેમાંદ્રી પ્રયોગ, ગણપતિ પૂજા, શોભાયાત્રા સાથે મૂર્તિનો ધાન્યાવાસ, દ્વિતિય દિને સ્થાપિત દેવપૂજા, પ્રધાન હોમ સાથે પૂષ્પાધિવાસ તથા અંતિમ દિવસે મૂર્તિન્યાસ શીખર, ધ્વજાપૂજન મૂર્તિ સ્થાપના બીડુ હોમ સહિતના સાથે ત્રણેય દિવસ રાત્રિના સમયે ડાકડમરૂ તથા ભજન સત્સંગનો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમને લઈને આ વિસ્તારમાં ધર્મોત્સવનો ભવ્ય માહોલ સર્જાયો છે.