ભાજપ દ્વારા ૧૮ રાજયોના પ્રભારી નીમી લોકસભાની તૈયારીઓ શરૂ કરી

635

પાંચ રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીને પછડાટ બાદ હવે ભાજપે લોકસભાની તૈયારી શરૂ કરી દીધી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે ૧૮ રાજ્યોના પ્રભારીને બદલ્યા છે. ભાજપે રાજ્યદીઠ ચૂંટણી પ્રભારી અને સહપ્રભારીની નિમણૂંક કરી જેમાં ઓમપ્રકાશ માથુરને ગુજરાતના પ્રભારી તરીકે નિમ્યા છે. જ્યારે ગુજરાતના પ્રભારીને ફરી બિહારની જવાબદારી સોંપવામાં આવી છે.

જ્યારે ગોરધન ઝડફિયા, દુષ્યંત ગૌતમ અને નરોત્તમ મિશ્રાને ઉત્તરપ્રદેશની જવાબદારી સોંપવામાં આવી છે. ગુજરાત ભાજપના પ્રભારી બદલી દેવામાં આવ્યા છે. ઓ.પી. માથુરને ગુજરાત ભાજપના પ્રભારી તરીકે નિમવામાં આવ્યા છે. લોકસભા-૨૦૧૪ની ચૂંટણી પહેલાં તેમને ગુજરાતના પ્રભારી બનાવાયા હતા. જેમણે ભાજપને ૨૬ માંથી ૨૬ બેઠકો જીતી આપી હતી. ઓ.પી.માથુર ભાજપના દિગ્ગજ નેતા છે અને વડાપ્રધાન મોદી અને અમિત શાહની નજીકના નેતા છે. તેમને ગુજરાતની જવાબદારી સોંપાય છે.

ગુજરાતમાં સમ્માનજનક સીટો જીતવા મોદી-શાહ માટે આબરૂનો સવાલ છે ત્યારે ભાજપે ગત લોકસભાની ચૂંટણીમાં સારી સીટો અપાવનારા માથુરને ફરી ગુજરાતની જવાબદારી સોંપી છે.

 

ખુદ મુખ્યમંત્રીનું સુચક નિવેદન : સૌથી વધુ બદનામ મહેસુલ અને ભ્રષ્ટાચારમાં બીજા નંબરે પોલીસ ખાતુ

ગાંધીનગર, તા. ર૬

ભ્રષ્ટાચાર મુદ્દે મુખ્યમંત્રીએ મોટું નિવેદેન આપ્યું છે. ગાંધીનગર ખાતે નવનિર્મિત મહેસુલી કચેરીના લોકાર્પણ કાર્યક્રમમાંઆ નિવેદન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપ્યું છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે બધાને ખબર હોય છે કે ભ્રષ્ટાચાર ક્યાં છે. અમારે ત્યાં સૌથી વધુ બદનામ ખાતુ એટલે મહેસુલ ખાતુ અને ભ્રષ્ટાચારમાં બીજા નંબર પર પોલીસ ખાતુ છે. ઉલ્લેખનિય છે કે ગુજરાત રાજ્યના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના કામોમાં ભ્રષ્ટાચારની રાવ ઉઠી છે. ભાવનગરના તળાજાના સાંઈ-શનિદેવ મંદિરના ટ્રસ્ટીઓએ મંદિરના વિકાસ કામમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો સ્ન્છ-સાંસદને પત્ર લખ્યો છે. ઉકેલ ન આવે તો ગાંધીનગરમાં ધરણાં કરવાની ચીમકી ઉચ્ચારી છે.

પાવાગઢમાં રૂ.૧૦૦ કરોડના ખર્ચે ચાલતા કામમાં પણ ભ્રષ્ટાચારની રાવ છે. પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવની કથિત ઓડિયો ક્લીપ પણ વાયરલ થઇ છે. જેમાં યાત્રાધામ વિકાસના કામમાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાની સચિવની કબૂલાત સાંભળવા મળે છે. ભ્રષ્ટાચારના કામમાં તમામ ચોર હોવાનો ઓડિયોમાં ઉલ્લેખ છે.

ગુજરાત રાજ્યના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના કામોમાં ભ્રષ્ટાચારની રાવ ઉઠી છે. ભાવનગરના તળાજાના સાંઈ-શનિદેવ મંદિરના ટ્રસ્ટીઓએ મંદિરના વિકાસ કામમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો સ્ન્છ-સાંસદને પત્ર લખ્યો છે. ઉકેલ ન આવે તો ગાંધીનગરમાં ધરણાં કરવાની ચીમકી ઉચ્ચારી છે.

જુનાગઢના એક પ્રોજેક્ટના મુદ્દે પૂર્વ સચિવ અને આરટીઆઇ એક્ટીવીસ્ટ વચ્ચેની વાતચીતની કથિત ઓડિયો ક્લીપ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી હતી.

જે સાથે ગુજરાત રાજ્યના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને ટુરિઝમ વિભાગના ભ્રષ્ટાચારની પોલ પણ ખોલી રહી છે. એક પ્રોજેક્ટ વિશે આરટીઆઇ એક્ટીવીસ્ટ કિશોર નથવાણીએ પૂર્વ સચિવને અનિલ પટેલ સાથે વાત કરી હતી. આ બંનેની વાતચીતના અંશોની કથિત ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં ફરી રહી છે.

ઓડિયો ક્લીપમાં એવો ખુલાસો કરાયો છે કે, તેઓ જ્યારે સચિવ હતા તે વેળાએ પાવાગઢ પ્રોજેક્ટની રકમ ૭૮ કરોડ નક્કી થઇ હતી પણ અચાનક તેઓની બદલી બાદ પ્રોજેક્ટની રકમ વધારી સવાસો કરોડ કરી દેવાઇ હતી. આ કથિત અવાજ પૂર્વ સચિવનો છે તેની પુષ્ટિ સત્તાવાર થઇ નથી પણ આ ઓડિયો ક્લીપની વાતચીતથી બોર્ડના વહીવટ ઉપર પ્રશ્નો ખડા થઇ રહ્યાં છે.

Previous articleબનાસકાઠાંમાં નકલી નોટો છાપનાર ત્રણ ઝડપાયા
Next articleમહેસાણામાં ST બસ લૂંટ મામલે માસ્ટર માઇન્ડ નિયાઝખાનની પોલીસે કરી ધરપકડ