લાઠી સીવીલ હોસ્પિટલમાં યોજાયેલ રક્તદાન કેમ્પમાં ર૬ બોટલ એકત્ર

1119

લાઠીની સીવીલ હોસ્પિટલમાં તાલુકા હેલ્થ ઓફિસ, પીએચસી ચાવંડ અને પુર્વ આરોગ્ય સમિતિના ચેરમેન વિજયભાઈ યાદવના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ. જેમાં પુર્વ આરોગ્ય સમિતિના ચેરમેન વિજયભાઈ યાદવ, મગનભાઈ કાનાણી, ભરતભાઈ સુતરીયા નગરપાલિકા પુર્વ પ્રમુખ રાજુભાઈ ભુવા, ન.પા. સભ્ય ભરતભાઈ પાડા, ડી.વાય.એસ.પી. દેસાઈ, ડો.આર.આર.મકવાણા, ડો. મુકેશકુમાર સિંહ, ડો. પ્રદિપકુમાર સિન્હા, ડો. દિવ્યેશ ભાલીયાના નેતૃત્વ હેઠળ થયેલ રકતદાન કેમ્પમાં ર૬ યુનિટ રકતદાન થયેલ. જેથી પુર્વ આરોગ્ય સમિતિના ચેરમેન વિજયભાઈ યાદવ દ્વારા તમામ તાલુકાને રજુઆત કરેલ છે કે તમામ જગ્યાએ આવા રક્તદાન કેમ્પનું આયોજન થાય અને વધુને વધુ લોકો રક્તદાન કરવા જાગૃત થાય જેથી કોઈની જીંદગી રક્ત માટે થઈને ન બગડે.

Previous articleતળાજાની આરાધ્યા વિદ્યા સંકુલમાં આરોગ્ય ચકાસણી કાર્યક્રમ યોજાયોૃ
Next articleરામાયણ પોથીજીને બાપુએ ગણિકાના મસ્તક પર મૂકી