સાંતેજ પાસે કારમાંથી દારૂ પકડાયો

594

કલોલ તાલુકા પોલીસને બાતમી મળી હતી કે લીંબોદરા ગામે રીક્ષા સ્ટેન્ડની નજીક આવેલ ફુલબાઇ માતાના મંદિર પાસેની ખુલ્લી જગ્યામાં બાવળની ઝાડીઓ પાછળ દારૂનો વેપાર થાય છે. બાતમીના આધારે કલોલ તાલુકા પોલીસે ખાનગી વાહનમાં જઇ દરોડો પાડ્‌યો હતો.

પોલીસને આવતી જોઇ ભરતસિંહ વાઘેલા (રહે-લીંબોદરા, ઉંડીશેરી, તા.માણસા) ગાંધીનગર નાસી છૂટ્યો હતો. પોલીસે તે જગ્યાની તલાસી લેતા કંતાનના કોથળામાંથી વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની ૧૦,૮૦૦ની કિંમતની ૩૧ બોટલ મળી આવી હતી.

પોલીસે આ અંગે પ્રોહિબીશનનો ગુનો નોંધી ભાગી છૂટેલ આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે.

૩૧ ડિસેમ્બર નજીક આવી રહી છે ત્યારે રાજ્યના વિવિધ જિલ્લામાં દારૂની હેરાફેરીમાં વધારો થતા પોલીસે પણ તેની સામે ઘોંચ બોલાવી છે.

Previous articleફતેપુરા શાળાના પૂર્વ વિદ્યાર્થી દ્વારા છાત્રોને સ્વેટર અપાયા
Next article૩૧ વર્ષની સુદીર્ઘ કારકિર્દી બાદ માહિતી ખાતાના  મૂવી કેમેરામેન વિનોદ મોદી નિવૃત