કુડાસણમાં બાંધકામ સાઈટ પર ભેખડ ધસી પડતા એકનું મોત

724

કુડાસણમાં બાંધકામ સાઈટ પર ભેખડ ધસી પડતા એક મજૂરનું મોત થયું છે અને એક ઘાયલ થયો છે. કુડાસણમાં સ્વાગત રેઈન ફોરેસ્ટની પાછળ કેશવ આરાધ્યમ નામે સ્કીમનું કામકાજ ચાલી રહ્યું હતું તે દરમિયાન આ ઘટના બની હતી.

બપોરે સાડા ત્રણ વાગ્યાના સુમારે કામકાજ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક ભેખડ ધસી પડી હતી. જેમાં બે મજૂર દબાય ગયા હતા જેને પગલે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરતાં ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બચાવની કામગીરી હાથધરી હતી.

Previous articleરાજ્યકક્ષાની ખેલ મહાકુંભ માં દ્વિતીય સ્થાન મેળવ્યુંં
Next articleમાણસામાં મહિલા ભજન મંડળ દ્વારા શ્વાન માટે લાડુ બનાવાયા