રાજુલા કોંગ્રેસ મહિલા પાંખના ઉપપ્રમુખ મયુરીબેન વિધિવત રીતે ભાજપમાં જોડાયા

771
guj6122017-1.jpg

રાજુલા વિધાનસભામાં કોંગ્રેસમાં તોતીંગ મહિલા પાંખમાં ગાબડુ કોંગ્રેસના જિલ્લા ઉપપ્રમુખ મયુરીબેન કોંગ્રેસને રામ રામ કરી ભાજપમાં રીનાબેન દ્વારા વિધિવત રીતે જોડતા મહિલા પાંખમાં ખુશીનો માહોલ ચંચલબહેન દ્વારા ભાજપનો ખેસ પહેરાવાયો છે.
રાજુલા વિધાનસભા કોંગ્રેસમાં મહિલા પાંખ દ્વારા ગાબડુ પડતા ભાજપના મહિલા પાંખના રીનાબહેન તથા ચંચલબેન હીરાભાઈ ચૌહાણ જે કોંગ્રેસ સાથે જોડાયેલ હોય પણ હીરાભાઈ સોલંકી દ્વારા થતા રાજુલા, જાફરાબાદ, ખાંભામાં વિકાસના કામો સામે આવતા કોંગ્રેસને રામ રામ કરી વિધિવત રીતે ભાજપમાં પ્રવેશ આપી ભાજપનો કેસરીયો ખેસ પહેરાવી આવકાર્યા હતા. આઈટી સેલના ગૌતમભાઈ મોડાસીયા તેમજ અમરેલી જિલ્લા ભાજપ મંત્રી ચેતનભાઈ શિયાળની ઉપસ્થિતિ રહેલ.

Previous articleરાજુલાના લોકો પરિવર્તનના મીજાજમાં કોંગ્રેસના અંબરીશભાઈ ડેર તરફી માહોલ
Next articleહાર્દિક પટેલના બેફામ વાણી વિલાસ સામે ગારિયાધાર લોહાણા સમાજમાં ભારે રોષ