કલોલમાં સ્વામિ. વિશ્વમંગલ ગુરૂકુળનો રજત જયંતિ સમારોહ સંપન્ન

632

કલોલમાં શ્રી સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરૂકુળ સંસ્થાના રજત જયંતિ અવસરે યોજાયેલા શ્રીમદ સત્સંગીજીવન પંચાહ્ન પારાયણમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉપસ્થિત રહી ભક્ત સમુદાયને સંબોધન કર્યું હતું. આ અવસરે તેમણે સંસ્થા સંચાલિત મલ્ટિ-સ્પેશ્યાલિટી હોસ્પિટલના લેમિનાર ઓપરેશન થિયેટરને પણ ખુલ્લું મૂક્યું હતું. વિજયભાઈ રૂપાણીએ ગુજરાતના વિકાસમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની ભૂમિકા ઉલ્લેખનીય રહી છે તેવો મત પણ વ્યક્ત કર્યો હતો. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે વ્યસનમુક્તિ, શિક્ષણ, આરોગ્ય, સદાચાર અને સંસ્કાર સિંચનનું વ્યાપક જન અભિયાન આ સંપ્રદાયના સંતો લોકો વચ્ચે જઇને સત્સંગ, ગુરૂકુળો-વિદ્યાધામો દ્વારા પ્રસરાવી રહ્યાં છે તે આત્માને પરમાત્મા ભણી પ્રેરિત કરવાનો સદમાર્ગ છે.

Previous articleઅરવલ્લીમાં LRD પરીક્ષા આપવા જતાં ઉમેદવારનું મોત
Next articleપરીક્ષાર્થીઓને લઈ જતી ST બસનો ડ્રાઇવર પીધેલી હાલતમાં ઝડપાયો