નરેન્દ્ર મોદી સોવ્રિન વેલ્થ ફંડ્‌સ અને પેન્શન ફંડ્‌સના વડા સાથે રાઉન્ડ ટેબલ મિટિંગ કરશે

667

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૧૯ અંતર્ગત ભારતમાં સૌ પ્રથમ વખત નેશનલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ ((NIIF)) અને ભારત સરકારના નાણા મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે કોન્ફરન્સનું આયોજન કરવામાં આવશે. જેમાં નરેન્દ્ર મોદી, અરૂણ જેટલી અનેવિજય રૂપાણી સહિત વરિષ્ઠ સરકારી પ્રતિનિધિઓ વૈશ્વિક ભંડોળના વડાઓ સાથે ભારત અને ગુજરાતમાં આ ક્ષેત્રે રહેલી વિવિધ તકો ઉપર વિગતવાર ચર્ચા-વિચારણા કરવા માટે વિશિષ્ઠ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

આ વિશિષ્ટ ઇવેન્ટ દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં કરવામાં આવેલા સુધારા વિશે જાણકારી આપવા તેમજ રોકાણકારો સામે રોકાણની વિવિધ તકો રજૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ છે. આ સત્રમાં વૈશ્વિક રોકાણકારો પાસેથી ભારતમાં રોકાણને આકર્ષવા માટે જરૂરી મુખ્ય બાબતો વિશે નીતિ -નિર્માતાઓને સમજવાની તક પ્રાપ્ત થશે. રોકાણકારોને આકર્ષવા તેમજ વૈશ્વિક રોકાણકારો સાથે વ્યવસાયિક ક્ષેત્રના જોડાણ માટે આ સત્ર મહત્વપૂર્ણ રહેશે.

રાજ્યના નાણા વિભાગના અધિક મુખ્ય સચિવ અરવિંદ અગ્રવાલએ જણાવ્યું હતું કે,  સૉવ્રિન વેલ્થફંડ્‌સ,પેન્શન ફંડ્‌સ અને સંસ્થાકીય રોકાણકારો ટ્રિલિયન ડોલરની સંપત્તિ ધરાવે છે અને તેનું સંચાલન કરે છે.

આ ભંડોળનો ઉપયોગ એરપોર્ટ, બંદરો, રેલ, રસ્તાઓ, અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા મોટા આંતરમાળખાકીય પ્રોજેક્ટ્‌સ સ્થાપવામાં કરવામાં આવે છે. વૈશ્વિક ભંડોળના વડાઓ અને ભારતના વડાપ્રધાન વચ્ચે યોજાનાર સંવાદથી આવનારા સમયમાં દેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં રોકાણ માટેનો માર્ગ મોકળો થશે. વૈશ્વિક ભંડોળના સીઈઓ અને ચીફ ઈન્વેસ્ટમેન્ટ ઓફિસર(સીઆઈઓ) સાથે ભારતના જાણીતા ઉદ્યોગપતિઓ તથા વિવિધ ક્ષેત્રના પ્રતિનિધિઓ આ કોન્ફન્સમાં ભાગ લેશે.

આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસ, નાણા મંત્રાલયના સચિવ સુભાષચંદ્ર ગર્ગ સહિતના વરિષ્ઠ અધિકારીઓ આ કોન્ફરન્સમાં પણ ભાગ લેશે. વર્તમાન મેક્રો-ઈકોનોમી સિનારીયોમાં ભારતનું સ્થાન ભારતની નાણાકીય વ્યવસ્થા અને આર્થિક નીતિ, નીતિગત સુધાઓ અને તેની ઉદ્યોગો પર અસરો જેવા વિષયો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવશે. ત્યારબાદ પ્રધાનમંત્રી આમંત્રિત મહેમાને સંબોધન કરી પરસ્પર સંવાદ સાધી તેમના પ્રશ્નોના ઉત્તર આપશે.

Previous articleBJPના ૫ થી ૭ ધારાસભ્યો  સંપર્કમાં-રેશમા પટેલનો ધડાકો
Next articleલોકસભા પહેલાં જ કૉંગ્રેસ તૂટશે : નિતીનભાઈ પટેલ