રાજયમાં નાગરિક સુવિધા માટે નવી ૩૦ એમ્બ્યુલન્સનું લોકાર્પણ

648

આજે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ-શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલ, આરોગ્ય રાજ્ય મંત્રી કુમારભાઇ કાનાણીની ઉપસ્થિતિ માં નવી ૩૦ એમ્બયુલન્સ વાનનું લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવીને લોકાર્પણ કર્યુ હતું.

રાજ્યના નાગરિકોને ઇમરજન્સીમાં આરોગ્ય સારવાર પૂરી પાડવા તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ ૨૦૦૭ થી ૧૦૮ એમ્બયુલન્સ સેવા કાર્યરત કરી છે જે માત્ર ૨૦ મીનીટના ગાળામાં દર્દીઓ પાસે  પહોંચી જાય છે અને સારવાર પૂરી પાડે છે. રાજ્યભરમાં હાલ ૫૮૭ એમ્બયુલન્સ કાર્યરત છે અને કાર્યરત ૨૬૧ એમ્બયુલન્સ વાન બદલીને નવી ૬૩ ઉમેરવા આ વર્ષે નવી ૩૨૪ એમ્બયુલન્સ વાન ખરીદવામાં આવનાર છે. આગામી સમયમાં રાજ્યમાં ૬૫૦ ૧૦૮ એમ્બ્યુલન્સ વાન કાર્યરત થશે જે રાજ્યના તમામ જિલ્લાઓને આવરી લેશે. ૧૦૮ એમ્બયુલન્સ સેવાનો લાભ નાગરિકોને સત્વરે અને અદ્યતન ટેકનોલોજી દ્વારા મળી રહે તે માટે ૧૦૮ ઇમરજન્સી એમ્બયુલન્સ સેવાની ‘‘મોબાઇલ એપ્લીકે સન્સ’’ પણ શરૂ કરાઇ છે. સાથે સાથે એમ્બયુલન્સમાં ય્ઁજી સિસ્ટમ પણ કાર્યરત કરાઇ છે જેના થકી દર્દી સુધી વાન ક્યાં અને કેટલા સમયમાં પહોંચી છે તેનું પણ ટ્રેકીંગ થઇ શકે છે. તથા આ એમ્બયુલન્સ વાનમાં વેન્ટીલેટર સહિતની અત્યાધુનિક સારવાર માટેની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે તથા દરિયા કિનારાના વિસ્તારોમાં પણ નાગરિકોને અકસ્માત/પ્રસુતા માતાઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે પોરબંદર અને દ્વારકા ખાતે બે બોટ એમ્બ્યુલન્સ વાન પણ કાર્યરત કરવામાં આવી છે. આ પ્રસંગે આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ પૂનમચંદ પરમાર, આરોગ્ય કમિશનર ડૉ. જયંતિ રવિ સહિતના આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Previous articleલોકસભા પહેલાં જ કૉંગ્રેસ તૂટશે : નિતીનભાઈ પટેલ
Next articleખાંડના એમએસપીમાં ૧૦ ટકા  સુધીનો ટૂંક સમયમાં વધારો થશે