ઉકાઇ ડેમમાંથી સિંચાઈના પાણી માટે ખેડૂતોએ મહારેલી યોજી

572

ઉકાઇ ડેમમાંથી આ વર્ષે ઉનાળુ પાક માટે પાણી નહીં આપવાના સરકારના નિર્ણયની સામે લડત ચલાવતા ખેડૂતોએ વિશાળ રેલી કાઢીને સિચાઇ અધિક્ષકને આવેદનપત્ર આપીને આવેદનપત્ર આપીને કચેરી પર જ જ્યાં સુધી ચાલીસ દિવસની રોટેશન ના આપે ત્યાં સુધી બેસી ગયા હતા. સવારે ૧૨ વાગ્યે જાંગીપુરા જીન ખેડૂત સમાજની ટેકટર બાઈક અને ફોરવીલ લઈને ખેડૂતોની વિશાળ રેલી નીકળી હતી. આ રેલી કેબલ સ્ટેજ બ્રિજ થઇને અઠવાલાઇન્સ સિચાઇ અધિક્ષકની ઓફિસે પહોંચી હતી ખેડૂતોને કચેરી ની અંદર ના જતા રસ્તા પર જ બેસી જઈ ને વિરોધ પ્રદર્શન કર્યા હતા.ત્યારબાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કચેરીમાં જવા દેવાયા હતા.

ખેડૂતોએ ખેડૂતોએ એક જ માંગ કરી હતી કે અમે અગાઉ ૧૧૦ દિવસનો રોટેશનની માંગણી કરી હતી અને ઉનાળુ ડાંગરની માટે માંગ કરી હતી આ બંને માટે શું નિર્ણયો લેવાયા છે તમે સરકારમાં રજૂઆત કરી છે કે નથી. આ બાબતે સિચાઇ અધિક્ષક મહાકાલ એ કહ્યું હતું કે ચાર મહિના પહેલા જે સિચાઈ સલાહકાર ની બેઠક મળી હતી તેમાં જે નિર્ણય લીધો હતો તે તે નિર્ણય નો મારે મારે અમલ કરવાનો રહેશે ખેડૂતોએ એક જ માંગ કરી હતી કે અમારી રજૂઆત જ્યાં સુધી નિર્ણય આવે ત્યાં સુધી અમે અહીંયા થી જવાના નથી અને મોટી સંખ્યામાં ખેડૂતોકચેરીમાં જ બેસી ગયા હતા ખેડૂતોની આમાં લઈને તંત્રમાં દોડધામ શરૂ થઈ ગઈ છે અને ખેડૂતો જ્યાં સુધી સરકારમાંથી નિર્ણય આવે ત્યાં સુધી કચેરીમાં જ બેસવાનો નિર્ણય કર્યો છે.

ખેડૂતોએ વધુમાં જણાવ્યું હતુંકે, પહેલા ૧ એકર જમીનમાં ૩૦ ટન શેરડીનું સરેરાશ ઉત્પાદન થતું હતું. જે ઘટીને ૨૦-૨૧ ટન પર આવી ગયું છે. વળી પાણી નહીં આપવામાં આવે તો પશુપાલન તેમજ ડાંગર, ઘઉં અને શાકભાજીના પાકને પણ નુકસાન થાય તેવી પરિસ્થિતિ ઉભી થઇ છે.

આજની રેલીમાં ખેડૂત સમાજના આગેવાન જયેશ પટેલ જિલ્લા પંચાયતના ભાજપના સભ્ય ધનસુખ પટેલ તેમજ દર્શન દેસાઇ સહિત મોટી સંખ્યામાં ખેડૂત આગેવાનો અને કાર્યકરો આ વિશાળ રેલીમાં જોડાયા હતા.

Previous articleબોપલને રૂ. ૧૬૦ કરોડની યોજનાથી નર્મદાના પાણી મળશે : રૂપાણી
Next articleપૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની ગોળી મારી હત્યા