અમદાવાદથી બાવળા જતાં માર્ગ પર ચાંગોદર રોડ પાસે થયેલાં એક અકસ્માતે મકરસંક્રાંતિના પર્વે મોતનો માતમ સર્જી દીધો હતો. ઇકો કાર, વેગન આર અને એસન્ટ કારનો અકસ્માત થતાં બે મહિલાના મોત નીપજ્યાં છે જ્યારે અન્ય ચાર વ્યક્તિની હાલત ગંભીર છે. તેઓને સારવાર માટે ૧૦૮ મારફતે દવાખાને ખસેડવામાં આવ્યાં હતાં. ઉપરાંત ૧૧ લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે.
આ અકસ્માતમાં ૧૧થી વધુ વ્યક્તિને નાનીમોટી ઈજાઓ પણ થઈ છે,જેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. સોલા સિવિલ હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. ચંદુભાઇ છગનભાઇ ચૌહાણ (૫૪ વર્ષ), પ્રતીકભાઇ કનુભાઇ ચૌહાણ (૨૮ વર્ષ), કિરણભાઇ કનુભાઇ ચૌહાણ (૨૪ વર્ષ), વસરામભાઇ ધોરાભાઇ જોગરાણા (૪૮ વર્ષ), જસુબેન જેનસિંગભાઇ જોગરાણા (૫૫ વર્ષ), વિઠ્ઠલભાઇ ધોરાભાઇ જોગરાણા (૩૫ વર્ષ), લક્ષ્મણભાઇ ધોરાભાઇ જોગરાણા (૪૦ વર્ષ), ભવનભાઇ ગોવિંદભાઇ ચૌહાણ (૪૫ વર્ષ), કનુભાઇ છગનભાઇ મિસ્ત્રી (૫૫ વર્ષ), દાનાભાઇ ભગવાનભાઇ ભરવાડ (૫૬ વર્ષ)ને સારવાર માટે દવાખાને ખસેડાયાં હતાં.



















