જાફરાબાદનાં બાબરકોટની સીમમાંથી ૨૭૬ બોટલ ઈગ્લીંશ દારૂ ઝડપાયો

1086

જાફરાબાદ તાલુાકનાં બાબરકોટની સીમમાંથી પૂર્વ બાતમીનાં આધારે અમરેલી એલ.સી.બી.ટીમે દરોડો પાડીને દારૂની હેરફેર કરતા બે શખ્સોને ઈગ્લીંશ દારૂની ૨૭૬ બોટલ સહિત રૂા.૨.૨૨ લાખનાં મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. જ્યારે ત્રણ શખ્સો ફરાર થયા હતા.અમરેલી જિલ્લાનાં દરિયા કાંઠા વિસ્તારનાં બોર્ડર ઉપરનાં ગામોમાં ઈગ્લીંશ દારૂની હેરાફેરી થતી હોવાની શક્યતાઓને લઈને કડક કાર્યવાહી કરવાની અપાયેલી સુચના દરમિયાન એલસીબીનાં ઈન્ચાર્જ પી.આઈ.ડી.કે.વાઘેલા સહિત સ્ટાફ બાબરકોટ ગામ નજીક તપસી આશ્રમ પાસે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી રાહે હકીકત મળતા માઈન્સ તરફ જતા કાચા રસ્તા ઉપર રેઈડ કરતા પાંચ ઈસમો ફોેર વ્હીલ કારમાંથી બે ભાર રીક્ષામાં ઈગ્લીંશ દારૂની પેટીઓની હેરાફેરી કરતા હોય પોલીસને જોઈ જતા ત્રણ શખ્સો નાસી છુટેલ જ્યારે અબ્બાસ આમદ નાયા ઉ.વ.૩૫ તથા કમલેશ પરશોત્તમભાઈ બાંભણીયા ઉ.વ.૨૮ને ઈગ્લીંશ દારૂની અલગ અલગ બ્રાન્ડની કંપની પેક ૨૭૬ બોટલ કી.રૂા.૯૬,૬૦૦ તથા બે રીક્ષા, ૧ એકટીવા બાઈક તથા બે મોબાઈલ મળી કુલ રૂા.૨,૨૨,૬૦૦નાં મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી.

રેડ દરમ્યાન જયેશ રાણાભાઈ બારૈયા, પ્રિતમ ભગુભાઈ બાંભણીયા તથા દિનેશ જેઠાભાઈ ખારવા નાસી છુટ્યા હતા આ બનાવ સંદર્ભે પોલીસે પાંચેય શખ્સો વિરૂધ્ધ પ્રોહીબીશન એકટ તળે ગુનો નોંધી જાફરાબાદ મરીન પો.સ્ટે.માં સોંપી આપી નાસી છુટેલા ત્રણેયને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

Previous articleતળાજાના રાજપરા ગામેથી બોગસ ડોકટર ઝડપાયો
Next articleમેથળા ગામે સિંહે બળદનું મારણ કરતા લોકોમાં ભય