ગુસ્તાખી માફ

758
smiley.jpg

લોકોની વાતો સિવાયની લોકશાહીની ચૂંટણીઓ માટે ર૦૧૭ નમૂનારૂપ

લોકશાહીમાં મતદાન અને લોકો કેન્દ્ર સ્થાને હોય છે પાર્ટીઓએ પોતાનો એજન્ડા તેનીફેસ્ટો, લોકો માટે પ્રજા માટે સામાન્ય નાગરિક માટે શું કરીશું તે જણાવી પોતાની પાર્ટી માટે મત માંગવાના હોય છે. પરંતુ તેની જગ્યાએ વિરોધપક્ષ એટલે કે અન્ય પક્ષ પાસે શું નથી, શું કરવાથી તે પક્ષનું ખરાબ દેખાય, તે પક્ષની નેતાગીરી તેની ખામીઓ વગેરે પર કાદવ ઉછાળી ભાજપે ખાસ અને અન્ય પક્ષોએ પણ છેવટે થોડેઘણે અંશે તેજ રસ્તો અપનાવી આ ચૂંટણીઓ લડવાનું પસંદ કરી ઈતિહાસમાં પોતાનું એક પાનું અલગ તારવી લીધું ગણાય. 
કેટલીક જગ્યાએ સામાન્ય રીતે વાજપેયીના ભાષણો સામેના પક્ષને કેવી રીતે કહેવાય અને કેવા વ્યંગ દ્વારા પોતાની વાત રજુ કરી શકાય તે માટે લોકો ખાસ પોતાના ખર્ચે જઈને સાંભળતા લાખોની મેદની મળતી ત્યારે પણ તેઓ ઈન્દિરા ગાંધી માટે પોતાની વાત રજુ કરતાં અને એકબીજાની આમન્યા જાળવતા. 
વડાપ્રધાન પદે રહ્યા પછી કોઈ પોતાને એમાંય અન્ય પક્ષના નેતાના શબ્દોને પણ ચૂંટણી માટેનું માર્કેટીંગ કરવું ખરેખર લોકશાહી માટે ખેદજનક જ નહીં પણ શરમજનક ગણાય એથીય વધુ શરમજનક વાત એ ગણાય કે તેમના માટે વાપરેલા શબ્દો આખા ગુજરાતની પ્રજાને ચોંટાડવા શા માટે ? આત્મમંથક કે ઢોંકણીમાં પાણી લઈ ડૂબી મરવા જેવી વાતને મત માટે ઉઠાવવી એ છેલ્લી કક્ષાની લોકશાહીમાં જ શકય બની શકે. પદની ગરીમાં કે માન જાળવવું એ પોતાના હાથમાં છે. મેનેજમેન્ટની કદી માન પેદા થતું નથી અને જેટલું ઝડપથી થાય છે તેના કરણાં ઝડપથી પડી પણ જાય છે, ખોવાઈ જાય છે. અજર અમરતાં કોઈનામાં નથી. 
ગપ્પાબાજી કરવામાં આ ચૂંટણીના નેતાઓએ બધાને વટાવી નાખ્યાં 

સફેદ જૂઠ મોટેથી બોલીને ઘરમાં કોઈ એક જણ હોય જે પોતાનું ધાર્યું કરવા આવા પ્રપંચ કરતાં હોય છે. પરંતુ લોકશાહી દેશમાં મત માટે પ્રપંચ કરતાં આજના નેતાઓ જરાય અચકાતા નથી. એવું નથી કે ભાજપમાં કોંગ્રેસના નેતાઓએ પણ આ બાબતમાં ઘણું ખરુ સામ્યતા જોવા મળી છે. 
રાહુલ ગાંધીથી શરૂઆત કરીએ તો તેમણે પોતાના ભાષણમાં બે રોજગારોના આંકડા એક સભામાં આપ્યા હોય તેના કરતાં બીજી સભામાં કંઈક જુદા આપ્યાના દાખલા છે જે વિવાદનું કારણ બનતાં તેમણે તે બંધ કર્યું પરંતુ જુઠુ બોલીને સામા પક્ષને નીચો બતાવવાની વાત છે. 
એવું જ કંઈક સંબિત પાત્રાના કેસમાં જેમાં સામાન્ય નૈતિકતા પણ નથી ચૂંટણીમાં ગવર્મેન્ટની ગાડી વાપરવી અને તેની ચૂંટણીપંચમાં ફરિયાદ થાય તે જ મોટામાં મોટી અનૈતિકતા ગણાય. ગાંધીનગરના એન્જીમેન્ટના ઉદઘાટનમાં તેમને બોલાવવામાં આવ્યા ત્યારે પોતાના ભાષણમાં મેઈ ઈન ઈન્ડિયા અને મોદીના વખાણની રાજનીતિ કર્યા બાદ પત્રકારોના પ્રશ્નોના જવાબ આપવા સમયે આ રાજનીતિનું પ્લેટ ફોર્મ નથી તેવું જુઠુ બોલી ચાલતી પકડી. આમ બંન્ને પક્ષે આ બાબતે જાણે સ્પર્ધા લાગી છે. ધાર્મિક સંસ્થાઓ કે પાટીદાર જેવી સંસ્થાઓના માટે પણ ઘણું બધુ જુઠુ બોલીને મત અંકે કરવાનો પ્રયાસ કરતાં નેતાઓનું કદ એ લોકોના મનમાં વધુને વધુ વામણું બનતું જાય છે. 
સોસિયલ મિડિયાએ ખરા અર્થમાં લોકશાહીના વિરોધપક્ષની ભૂમિકા ભજવી 

આ વખતની વિધાનસભા ચૂંટણીઓ પહેલાં અને બાદમાં પણ સોસિયલ મિડિયાએ ખરા અર્થમાં વિરોધપક્ષની ભૂમિકા ભજવી છે. 
વિરોધપક્ષનું કામ સત્તાધારી પક્ષે લોકોના ટ્રસ્ટીશીપમાં કરેલી ભૂલો અને નહીં કરેલા કામો માટે લોકો સમક્ષ સત્તાધારી પક્ષને ખુલ્લો પાડવાનું કામ હોય છે. જે કોંગ્રેસને કરવાનું હતું પરંતુ ભાજપ કોંગ્રેસના દરેક પ્રશ્નને કોંગ્રેસની સત્તા વિહોણી સ્થિતિ એકમાત્ર બાબતને જુદા જુદા સ્વરૂપે રજુ કરી પોતે જવાબ કદી આપ્યા જ નહીં પરંતુ સોસિયલ મિડિયાએ ભાજપને જવાબ આપવો પડે તેવી સ્થિતિમાં મુકી ખરા વિરોધપક્ષનું કામ કર્યું છે. 
ભાજપ વનવે રહી ફકત માર્કેટીંગ અને લોકોને નવા અને મોટા સ્વપ્ના બતાવી જીતવાની સ્ટ્રેટેજી અપનાવી તે સ્ટ્રેટ્‌જીની સોસિયલ મીડિયાએ હવા કાઢી નાખી એમ કહી શકાય લોકોના અવાજનું એક કધાર બની ગયું આ સોસિયલ મિડિયા. 
ભાજપના ચૂંટણી ઢંઢેરો નહીં પાડવાની બાબતને સોસિયલ મિડિયાની કોમેન્ટોએ છેલ્લા દિવસે કંઈક પણ કહેવાતે પણે મજબૂર કર્યા. વિકાસ ગાંડો થવાની ઘટનાએ સોસિયલ મિડિયાની ભાજપ સામેની જીત તરીકે પણ ગણાવી શકાય. કેટલીક વાર તો વ્યક્તિની ખરી બાબતોને એટલી હદ સુધી સોસિયલ મિડિયામાં ખુલ્લી કરવામાં આવી કે તેની સામે તેમની પાસે કંઈ જવાબ જ ન મળી શકે. આમ ખરા અર્થમાં વિરોધપક્ષની ભૂમિકા ભજવી ગણાય.
ઈવીએમ-વીવીપેટમાં ખરેખર કંઈક ચેડા થઈ શકે તેમ હોય તો ર૦૧૯ની ચૂંટણી બેલેટથી