સોસીયલ મિડિયા પરથી વિકાસ શહેરના માર્ગો અને હોર્ડીંગોમાં 

871
gandhi1092017-1.jpg

સોસીયલ મિડિયામાં ચાલતા વિકાસ અંગેના મેસેજ હવે રોડ-રસ્તા પર શહેરમાં હોર્ડિગ રૂપે જોવા મળી રહ્યા છે. આ પૂર્વે ભાજપ તરફથી વિકાસ અંગેના અહેવાલો અને કોમેન્ટોનું ઠીકરૂ કોંગ્રેસ પર ફોડવામાં આવ્યું હતું. પરંતુ ચૂંટણીઓ નજીક આવી રહી છે તેમ તેમ સોસીયલ મિડિયાનો જંગ વધુને વધુ તીવ્ર બનતો જાય છે. હવે તો શહેર પર લાગેલા બોર્ડ પરથી લાગી રહ્યું છે કે વિકાસનું આ યુધ્ધ અટકવાનું નામ લેતું નથી. જુદી જુદી કોમેન્ટ જોઈએ તો, હોટેલમાં રૂ.૧૮૦૦ના બિલ પર રૂ.૧૮૦ જીએસટી લાગે છે અદૃશ્ય રૂપે મોદીજી પર આપણી હારે જમતાં હતા એનું બિલ ચૂકવવું પડ્‌યું છે. આઘા રેજો વિકાસ ગાંડો થયો છે.-ટ્રેનની ટિકિટ પર ૧૨ ટકા જીએસટી, પ્લેનની ટિકિટ પર ૫ ટકા જીએસટી, આઘા રેજો વિકાસ ગાંડો થયો છે. પેટ્રોલનો ભાવ પહેલી જુલાઈએ રૂ.૬૩.૩૦ ઓગસ્ટે રૂ. ૭૧, વિકાસ હવે ગાંડો નહીં ભૂરાંટો થયો છે.
હવે તો લોકો બાળકનું નામ પણ વિકાસ નથી રાખતાં, કારણ કે વિકાસને માત્ર સાંભળી શકાય છે, જોઈ શકાતો નથી, હૃદયને અહેસાસ પણ નથી થતો. સવાર પડેને કોઈ વસ્તુના ભાવવધારા સમાચાર નથી આવતાં તો ડર લાગે છે કે, વિકાસ અટકી તો નથી ગયો ને?

Previous article ફાર્મા વિઝન- ૨૦૧૭ના સેમિનારને મુખ્ય મંત્રીના હસ્તે ખુલ્લો મુકાયો
Next article ગાંધીનગરના માર્ગો પર ગરબા અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા જાપાનના પીએમનું સ્વાગત