અકવાડા પાસે ખુલ્લા પ્લોટમાંથી પ્લેટોની ચોરી કરનાર ૩ ઝડપાયા

1110
bvn13122017-1.jpg

શહેર નજીકના અકવાડા ગામે સીતારામ હોસ્પિટલની બાજુમાં ખુલ્લા પ્લોટમાં રાખેલ ર૦૦ નંગ પ્લેટોની ચોરી કરનાર ત્રણ ઈસમોને એસનઓજી ટીમે ૮ર નંગ પ્લેટો સાથે ઝડપી લીધા છે.
એસ.ઓ.જી. શાખાના ઈન્ચાર્જ પોલીસ ઇન્સપેકટ ડી.ડી.પરમારના સીધા માર્ગદર્શન હેઠળ સ્ટાફના પોલીસ કોન્સ. રાજ્દીપસિંહ ગોહિલ તથા મહિપાલસિંહ ગોહિલને મળેલ બાતમી હકિકત આધારે કુંભારવાડા મોતીતળાવરોડ વી.આઇ.પી.પાર્ક સામે આવેલ ભંગારના દંગામાથી ત્રણ આરોપી મુરાદખાન જોરાવરખાન પઠાણ ઉ.વ.૩૬ રહેવાસી કુંભારવાડા મોતીતળાવ રોડ નાળા પાસે રામાપીરના મંદિર પાસે શેરી નંબર-૭ મફતનગર, જયેન્દ્રભાઇ ઉર્ફે ડેંકર નાનજીભાઇ બોરીચા ઉ.વ.૨૯ રહેવાસી બોરડીગેટ મહાત્મા ગાંધી સોસાયટી પ્લોટ નંબર ૧૬ ની પાછળ અને રમેશભાઇ શામજીભાઇ રાઠોડ ઉ.વ.૩૭ રહેવાસી બોરડીગેટ મહાત્મા ગાંધી સોસાયટી પ્લોટ નંબર ૨૦ ભાવનગર  વાળાઓને ચોરી થયેલ સેન્ટીંગ કામમા ઉપયોગમાં લેવાતી લોખંડની પ્લેટો નંગ-૮૨ કિ.રૂ઼. ૨૪,૬૦૦/- સાથે પકડી પાડી બોરતળાવ પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.