જો કોંગ્રેસ ચૂંટણી જીતશે તો પાકિસ્તાનમાં ફટાકડા ફૂટશે : વિજય રૂપાણી

686
GUJ13122017-11.jpg

વિધાનસભાની બીજા તબક્કાની ચુંટણીના પ્રચાર પડઘમ આજે સાંજે ૫ વાગે થંભી જશે ત્યારે પ્રચારના છેલ્લા દિવશે આજે આણંદના અંબાજી મંદિર પાસે ગુજરાતના મુખ્યમંત્રીની જાહેર સભા યોજાઈ હતી, જેમાં મુખ્યમંત્રીએ ૧૫ મિનીટમાં જ બે અલગ અલગ નિવેદનો કર્યા હતા.
આણંદમાં અંબાજી મંદિર પાસે યોજાયેલ જાહેર સભાને સંબોધતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, જો ૧૫મી તારીખે ગુજરાતમાં ભાજપ જીતશે તો ગુજરાતમાં લોકો આતશબાજી કરી દિવાળી મનાવશે, પણ જો કોંગ્રેસની ગુજરાતમાં જીત થશે તો પાકિસ્તાનમાં લોકો ફટકડા ફોડવાના છે. ગુજરાતમાં ભાજપની જીત થશે તો ગુજરાતમાં ફટાકડા ફોડી દિવાળી મનાવવામાં આવશે, 
પણ જો કોંગ્રેસ જીતશે તો પાકિસ્તાનમાં ફટાકડા ફૂટશે તે વાત નક્કી છે.
આ જાહેર સભાને સંબોધ્યા બાદ મુખ્યમંત્રીએ મીડિયા સાથે વાત કરી હતી. જેમાં પાકિસ્તાન માં ફટાકડા કેમ ફૂટશેનો પ્રશ્ન પૂછવામાં આવતા મુખ્યમંત્રીએ ફેરવી તોળ્યું હતું કે, ૧૮મી તારીખે કોંગ્રેસ ગુજરાતમાં હારી જશે અને તેથી પાકિસ્તાનમાં માતમ છવાઈ જશે.