ગાંધીનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કોબા સર્કલ ખાતે મતદાન જાગૃતિનો નવતર પ્રયોગ

1294
gandhi14122017-6.jpg

ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વધુ મતદાન થાય અને લોકો વધુ મતદાન કરવા પ્રેરાય તે હેતુથી કસ્તુરબા સ્ત્રી અધ્યાપન મંદિર-કોબાની તાલીમાર્થી બહેનોએ રેલી સ્વરૂપે સૂત્રોચ્ચાર અને  પ્લે કાર્ડ સાથે મતદાન જાગૃતિ કાર્યક્રમ કરી રસ્તામાં આવતા ખેતરોમાં કામ કરતાં ખેડૂતો અને ખેત મજૂરોને મતદાન કરવા અપીલ કરી હતી.કોબા સર્કલ ખાતે મતદાન જાગૃતિ અંગેના ગરબાઓ અને શેરી નાટકો ભજવવાનો  નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો. કોબા સર્કલ ખાતે અસંખ્ય વાહન ચાલકોએ ઉભા રહીને આ કાર્યક્રમને માણ્યો હતો.
ગાંધીનગર જિલ્લાના સ્વીપ પ્લાનના નોડલ ઓફિસર અને જિલ્લા શિક્ષણાધિકારી એસ.એમ. બારડે જણાવ્યું હતું કે, ગાંધીનગર જિલ્લાની શાળાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા ચિત્ર સ્પર્ધાઓ, વકતૃત્વ સ્પર્ધાઓ, મહેંદી સ્પર્ધાઓ, રેલી અને શેરી નાટકો દ્વારા વિશાળ સંખ્યામાં મતદાન જાગુતિના વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યાં હતા. 

Previous articleમધૂર ડેરીએ મગોડીના દૂધ ઉત્પાદકોનુ દૂધ સ્વિકારતા ડેરીના માર્ગે ચક્કાજામ
Next articleગાંધીનગર સેકટર-૧૫ની કોલેજ મત ગણતરી કેન્દ્ર ખાતે તમામ કામગીરી પૂર્ણ