ગાંધીનગર જિલ્લામાં જુદા જુદા અકસ્માતોમાં ૪ ના મોત

1252
gandhi1352017-1.jpg

ગાંધીનગર જિલ્લામાં બુધવારની રાત્રે બે જુદા જુદા ગમખ્વાર અકસ્માતોમાં ૪ લોકોનાં મોત થયા હતા. જેમાં વાવોલથી પુન્દ્રાસણ જતા માર્ગ પર કેમીકલ ભરેલા ટેન્કર અને આઇસર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બંનેનાં ચાલકનાં ઘટના સ્થળે જ મોત થયા હતા. જયારે માણસા-વિજાપુર માર્ગ પર કારમાં ટ્રકે કારને અડફેટે લેતા કારમાં આગ લાગતા બે સગ્ગાભાઇઓના સળગી જવાથી મોત થયા હતા.આ અકસ્તમાતથી અરેરાટી વ્યાપી ગઇ હતી.
માણસા તાલુકાનાં વિહાર ગામે રહેતા વાસુભાઇ મહેન્દ્રભાઇ સથવારા(ઉ.વ.૩૨)નાં પત્નિ માલોસણ ગામે પિયરમાં ગયા હતા. તેમને લેવા માટે ફોન આવતા ફોન આવતા વાસુભાઇ તેમનાં ભાઇ હેમંતભાઇ (ઉ.વ.૨૭)ને લઇને અલ્ટો ગાડી નં જીજે ૧૮બીએફ ૩૮૯૭ લઇને માલોસણ જવા બુધવારે સાંજે નિકળ્યા હતા.રાત્રે ૯ વાગ્યાનાં અરસામાં વિહારથી વિજાપુર માર્ગ પર જઇ રહ્યા હતા ત્યારે સડાસણ પાટીયા પાસે સામેથી આવી રહેલી ટ્રક નં જીજે ૨૭ જીબી ૪૪૬૫એ કારને અટફેટે લેતા ઘસડાઇ હતી અને ઇંધણની ટાંકી લીકેજ થતા કારને આગ લાગી ગઇ હતી.

Previous articleગાંધીનગરમાં બસ સેવા બંધ : રિક્ષાચાલકોની લૂંટ
Next articleગુજરાત રાજયમાં ૨.૦૪ લાખથી વધુ મકાન યોજનાનો અમલ શરૂ, ૫ જિલ્લાના ૧૪,૦૦૦ મંજૂરીપત્ર અપાયા