બીજા તબકકાની ચૂંટણી માટે તમામ તૈયારીઓ પૂર્ણ : ચૂંટણીપંચ

781
gandhi14122017-1.jpg

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કા અને મત ગણતરીને લઇને ચૂંટણી પંચ દ્વારા આજે પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી. જેમાં જણાવાયું છેકે ૧૮મી ડિસેમ્બરે વિધાનસભાની ૧૮૨ બેઠકો માટે રાજ્યભરમાંથી ૩૭ સ્થળોએ મત ગણતરી કેન્દ્રો શરૂ કરવામાં આવશે. ચૂંટણી પંચ દ્વારા બીજા તબક્કા માટે ૧૪ ડિસેમ્બરે યોજાનારા મતદાન માટે તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હોવાનું જણાવાયું છે.મત ગણતરી અંગે ચૂંટણી પંચે જણાવ્યું છેકે ચૂંટણી પંચને મળેલી દરખાસ્તો અને પંચ તરફથી મળેલી અનુમતિ અનુસાર રાજ્યના ૧૮૨ વિધાનસભા મત વિસ્તારો માટે કુલ ૩૭ સ્થળોએ મત ગણતરી કેન્દ્રો બનાવવામાં આવશે. જેમાં અમદાવાદ ખાતે એલડી એન્જીનિયરિંગ કોલેજ (૮ વિધાનસભા મત વિસ્તાર), ગુજરાત કોલેજ (૭ વિધાનસભા મત વિસ્તાર) અને પોલિટેક્નિક ખાતે (૬ વિધાનસભા મત વિસ્તાર)ની ગણતરી હાથ ધરવામાં આવશે.
આ ઉપરાંત સુરત અને આણંદ ખાતે ૨-૨ સ્થળોએ તેમજ બાકીના તમામ જિલ્લાઓ માટે ૧-૧ સ્થળે તે જિલ્લામાં સમાવિષ્ટ વિધાનસભા મત વિસ્તારો માટે મત ગણતરી કેન્દ્ર બનાવવામાં આવ્યા છે. જેમાં ભૂજ, પાલનપુર, પાટણ, મહેસાણા, હિંમતનગર, મોડાસા, ગાંધીનગર, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, વેરાવળ, અમરેલી, ભાવનગર, બોટાદ, નડિયાદ, લુણાવાડા, ગોધરા, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, રાજપિપળા, ભરૂચ, તાપી, આહવા, જલાલપોર, વલસાડમાં નક્કી કરાયેલા કેન્દ્રો પર મત ગણતરી કરવામાં આવશે. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી જાહેર કરાઇ ત્યારથી અત્યારસુધીમાં વિવિધ દરોડામાં દેશી-વિદેશી દારુ સહિત કુલ ૫૨.૯૭ કરોડની રકમનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ઉપરાંત રાજ્યભરમાં આચાર સંહિતા અંગેની કુલ ૧૫૮ રજૂઆતો મળી છે, જેમાંથી ૧૫૩ રજૂઆતોનો નિકાલ કરવામાં આવ્યો છે, તેમજ અન્યનો નિકાલ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. ફ્‌લાઇંગ સ્ક્વોડ અને એસએસટી દ્વારા વિવિધ સ્થળેથી ૨.૦૪ કરોડની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે.

Previous articleપેરા મિલેટ્રીના જવાનોની તૈનાતી દરેક મત વિસ્તારમાં ફ્‌લેગ માર્ચ
Next articleપીપાવાવ પાસે ટ્રેલર વિજવાયરને અડકી જતા અકસ્માત, કલીનરનું મોત નિપજ્યું