પંચ દશનામ અખાડાના થાનાપતિ બચુગીરીબાપુ બ્રહ્મલીન થયા

889
guj14122017-5.jpg

પંસ દશનામ અખાડાના થાનાપતિ બચુગીરીબાપુ બ્રહ્મલીન થતા તેના ૪ શિષ્યો સહિત હજારો સેવક સમુદાયમાં ઘેરો શોક તેમજ તેના શિષ્ય બુધ્ધગીરીબાપુનો થાનાપતિનું તિલક કરાયું તેમજ બ્રહ્મલીન બચુગીરીબાપુનો સોળશી ભંડારો તા.રર-૧રને શુક્રવારે જુનાગઢ ખાતે યોજાશે.
પંચ દસનામ અખાડાના થાનાપતિ બચુગીરીબાપુ ગુરૂ લખનગીરીબાપુ બ્રહ્મલીન થતા તેના ૪ શિષ્યો મોટા દયાળગીરી બાપુ (કચ્છ), હરીગીરીબાપુ, બાલકગીરીબાપુ અને શિષ્ય તપસ્વી ખડેશ્વરી જેનો મોટી વડાળ, કાલાવડ (ચીતલા) અને જુનાગઢના મહંત બુધ્ધગીરીબાપુની થાનાપતિ તરીકે વિધિસર ચાદરવિધિ થતા દશનામ અખાડાના સાધુ સમાજ ત્રણ વડીલ બાપુબચુગીરીબાપુના શિષ્યો અને હજારો સેવક સમુદાય, ભક્તો તેમજ હાલના થાનાપતિ બુધ્ધગીરીબાપુ મહંત તેમજ થાનાપતિ મહંત દયાલગીરી મહારાજ દ્વારા આગામી તા.રર-૧ર-ર૦૧૭ને શુક્રવારે ભવનાથ તળેટી ખાતે સવારે ૯ વાગ્યાથી ૧૧ વાગ્યા સુધી શ્રધ્ધાંજલી ૧૧ થી ૧૧-૩૦ સુધી ચાદરવિધિ બપોરે ૧ર કલાકે ભંડારો દેશ પરદેશના સાધુ સમાજ બહોળી સંખ્યામાં સેવક સમાજનો માનવ મહેરામણ ઉમટી પડશે. ધર્મપ્રેમી જનતાએ જુનાગઢ ખાતે અને મોલ ધાર્મિક પ્રસંગનો લાભ લેવા થાનાપતિ બુધ્ધગીરીબાપુ દ્વારા જણાવાયું છે.