અમદાવાદ એરપોર્ટ પર બોમ્બ મૂકાયાના મેસેજથી અફરાતફરી : મુસાફરોને હાલાકી

979

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર બોમ્બ મૂકાયો હોવાનો મેસેજ મળ્યો હતો. જેના પગલે એરપોર્ટ પર અફરાતફરી મચી હતી. તો એરપોર્ટ પરના સુરક્ષા કર્મી સહિતની અન્ય ટીમો એક્શનમાં આવી ગઈ હતી.

સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર દિલ્હી એર ઇન્ડિયાએ અમદાવાદ એર ઇન્ડિયાના મેનેજરને જાણ કરી હતી. જેને પગલે એરપોર્ટ ઓથોરિટીએ તત્કાળ એરપોર્ટ ખાલી કરાવાયું હતું. બોમ્બ સ્કવોર્ડ અને ડોગ સ્કવોર્ડની ટીમ કામે લગાડીને એરપોર્ટની સઘન તપાસ હાથ ધરાઈ છે.

અમદાવાદ પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો એરપોર્ટ દોડી ગયો હતો.

બોમ્બના મેસેજના પગલે એરપોર્ટ પર હાજર મુસાફરોને હેરાનગતિ થઈ હતી. પોતાની નિયત ફ્‌લાઈટના સમયમાં ફેરફાર થતાં લોકોએ હાલાંકી ભોગવી રહ્યા છે.

Previous articleજેતલવડમાં ૪ બાળકો સહિત માતાએ કરી આત્મહત્યા : માતા સહિત ૪નાં મોત
Next articleવિશ્વના પ્રસિધ્ધ મોઢેરા સૂર્યમંદિરમાં ઉત્તરાર્ધ મહોત્સવ યોજાયો : લાઇટોથી મંદિર ઝગમગ્યું