અનશન ઉપર ઉતરેલા અન્ના હજારે ‘પદ્મભૂષણ’ પરત કરશે

567

લોકપાલ અને લોકાયુક્તની નિમણુંક મામલે પુનઃ અનશન ઉપર ઉતરેલા અન્ના હજારેએ તેમને મળેલા પદ્મ વિભૂષણને પરત કરવાની જાહેરાત કરી છે. આ અગાઉ ફિલ્મ નિર્દેશક અરિબામ શ્યામે નાગરિકતા સંશોધન બિલના વિરોધમાં તેમનો પદ્મશ્રી પરત કરવાની ઘોષણા કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, સામાજિક કાર્યકર્તા અન્ના હજારે પદ્મ વિભૂષણ પરત આપવાની તૈયારીમાં છે. તેઓ ૩૦મી જાન્યુઆરીથી મહારાષ્ટ્ર સ્થિત તેમનાં ગામ રાલેગણ સિદ્ધિમાં ધરણા પર બેઠા છે.તેમના મતે કેન્દ્ર સરકારે લોકપાલ-લોકાયુક્તોની નિમણૂક અને ચૂંટણી સુધાર માટે સ્વામીનાથન કમિશનની ભલામણને અમલમાં મુકવાનો વાયદો પુરો કર્યો નથી. આ પહેલા ફિલ્મ નિર્દેશક અરિબામ શ્યામે રવિવારે નાગરિકતા સંશોધન બિલનાં વિરોધમાં પદ્મશ્રી પરત કરવાની જાહેરાત કરી હતી. અન્નાએ કહ્યું જો આ સરકાર આવનારા દિવસોમાં દેશને કરેલા તેમના વાયદાઓ પુરા નહિ કરે તો હું મારો પદ્મ ભૂષણ પરત કરી દઈશ. મોદી સરકારે લોકોનો વિશ્વાસ તોડ્યો છે. તેમણે કહ્યું કે, મેં આ પુરસ્કાર માટે કામ નહોતું કર્યુ, જ્યારે હું સમાજ અને દેશ માટે કામ કરી રહ્યો હતો ત્યારે તમે જ મને આ પુરસ્કાર આપ્યો હતો, પરંતુ દેશ અને સમાજ આ પરિસ્થિતીમાં છે. તો મારે પુરસ્કાર શા માટે રાખવો જોઈએ? ઉલ્લેખનીય છે કે, અન્ના હજારે ને ૧૯૯૨માં પદ્મ ભૂષણ આપવામાં આવ્યો હતો.

Previous articlePM મોદીને કારણે લગ્ન થયાનો દાવો કરનાર યુગલના સંબંધનો અંત આવ્યો
Next articleમાલ્યાનું ભારત પ્રત્યાર્પણ કરવા બ્રિટનની મંજૂરી