હળવદ હાઇવે પર દારૂ ભરેલી કારે મારી પલટી : બોટલો લૂંટવા લોકોની પડાપડી

827

રાજ્યમાં દિવસેને દિવસે દારૂ ઝડપાવવાનાં કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. આજે મોરબીનાં હળવદ બાઇપાસ હાઇવે પર દારૂ ભરેલી કારનાં ચાલકે સ્ટિયરીંગ પરથી અચાનક કાબુ ગુમાવતા ડિવાઇડર કુદાવીને બીજી બાજુનાં રોડ પર પડી હતી. આ અકસ્માતની સાથે જ કારમાંથી દારૂની રેલમછેલ થઇ જતાં લોકો પણ દારૂની બોટલો લેવા પડાપડી કરી હતી. જોકે ડ્રાઇવર ઘટનાસ્થળે જ કાર મુકીને નાસી ગયો હતો. આ આખો બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. સીસીટીવીનાં દેખાતા ફૂટેજ પ્રમાણે એક સફેદ રંગની કાર પૂરપાટ ઝડપે હળવદ બાઇપાસ પરથી પસાર થઇ રહી હતી. અચાનક જ તે કાર ડિવાઇડર કુદાવીને બીજી બાજુનાં રોડ પર જતી રહી હતી. મળતી માહિતી પ્રમાણે આ કારમાં ૩૦૦ નંગ દારૂની બોટલો હતી. આ ઘટનાની જાણ થતાંની સાથે હળવદ પોલીસ ઘટના સ્થળે પહોંચીને પહેલા તો ભેગા થયેલા ટોળાને વિખેરવો પડ્‌યો હતો. આ અકસ્માતને કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઇ હતી. પોલીસે લોકોની પૂછપરછ અને સીસીટીવીનાં ફૂટેજ સાથે આગળની કાર્યવાહી હાથ ધરી છે

Previous articleફૂડ શ્ ડ્રગ્સ આસિ. કમિશનરના બંગલોમાંથી  દારૂની હોમ ડિલિવરી
Next articleરાજ્યના APL રેશનકાર્ડ ધારકોને ૪ લિટર કેરોસીન મળશે