કલોલ તાલુકાના ખાત્રજ ગામમાંથી લાલુરામ પાલ નામના બોગસ ડૉક્ટરની ધરપકડ કરાઈ છે.
આરોગ્ય અધિકારી ડૉ.હર્ષદ પ્રજાપતિએ બિનઅધિકૃત દવાખાનું ચલાવતા બોગસ ડિગ્રી વાળા ડૉકટરના ક્લિનિક પર રેડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. આરોગ્ય અધિકારી અને ટીમે બાતમીના આધારે ખાત્રજ ગામમાં આવેલા શિવશક્તિ ક્લિનિક પર રેડ પાડી એલોપથી દવા પકડી હતી. લાલુરામ પાલ નામનો શખ્સ ઘણા વષોઁથી બીજાના મેડીકલ સર્ટિફિકેટ પર દવાખાનું ચલાવતો હતો. આ રેડ દરમિયાન અલગ અલગ દવાઓ, સ્ટીરોઇડની ગોળીઓ અને ઈન્જેકશનનો જથ્થો જપ્ત કર્યો હતો. આ મામલે સાંતેજ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


















