અલંગ ખાતેથી તાંબા, પિત્તળ સહીતના ભંગાર સાથે બે શખ્સ ઝડપાયા

1334
bvn17122017-6.jpg

ભાવનગર રેંન્જના આઈજીપી અમિતકુમાર વિશ્વકર્માએ ભાવનગર સીટી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ચોરીઓના બનતા બનાવ અટકાવવા તથા બનેલ બનાવ ગુનાઓનો ભેદ ઉકેલી કાઢવા આપેલ સુચના મુજબ આર.આર.સેલના ઈન્ચાર્જ પીએસઆઈ બી.એસ.મકવાણા તથા હેડ.કો.ગંભીરસિંહ ડી ચુડાસમા તથા ભરતકુમાર વી.પંડયા તથા પો.કો.હેમરાજભાઇ ચારોડીયા વિગેરે ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં અલંગ મરીન પો.સ્ટે.હદમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન બાતમી રાહે હકિકત મળેલ કે અલંગ ગામ હનુમાનના પાટીયા સામેના ખાંચામાં રવિભાઇ ગોહેલના પાણીના પ્લાન્ટ પાછળ નાં પ્લોટમાં મથાવડા ગામનો કરણ માવજીભાઇ જાબુંચા નામનો ઇસમ ગે.કા.ચોરી અગર તો છળકપટ થી મેળવેલ તાંબા પીતળ સ્ટીલ લોખંડના ભંગારની લે વેચ  કરે છે
 જેથી તુરંત જ અલંગ મરીન પો.સ્ટે ના હેડ.કો.ગીરધરભાઇ જી સરવૈયા તેમજ બે રાહદારી પંચો ના માણસો ને સાથે લઇ મળેલ હકિકત અંગે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં પ્લોટમાં બે ઈસમો હાજર મળેલ. પ્લોટમાં તપાસ કરતાં તાંબા પિતળ  સ્ટીલ લોખંડનાં ભંગાર જોવામાં આવેલ જેના બીલ કે આધાર પુરાવા  માંગતા બંને ઇસમો પોતાની પાસે બીલ કે આધાર ન હોવાનું જણાવી જુદા જુદા પ્લોટમાં દુકાનોમાંથી તેમજ મજુરોએ ચોરી અગર તો છળકપટ થી મેળવેલ. બન્ને ઈસમોના નામ પુછતાં કરમશીભાઇ ઉર્ફે કરણ માવજીભાઇ જાબુંચા ઉ.વર્ષ ૨૩, રહે મથાવડા વાળો હોવાનું જણાવેલ જેની અંગઝડતીમાંથી રોકડ રૂ.૨૩,૦૦૦/- તેમજ મોબાઈલ ફોન બે કી.રૂ.૧૧,૦૦૦/- મળી આવતાં પંચનામાની વિગતે તપાસ અર્થે કબ્જે કરેલ તથા મહેશભાઈ વાલજીભાઇ રાઠોડ ઉ.વર્ષ ૨૩. રહે ભારાપરા વાળો હોવાનું જણાવેલ જેની અંગઝડતીમાંથી રોકડ રૂ ૨૧,૦૦/- તેમજ મોબાઈલ ફોન કી રૂ.૭,૦૦૦/- નો મળી આવતાં પંચનામાની વિગતે તપાસ અર્થે કબ્જે કરેલ છે તેમજ પ્લોટમાંથી પિતળનો ભંગાર ૪૩ કિલો, તાંબાનો ભંગાર ૦પ કિ., સ્ટીલનો ભંગાર ૪ર૦ કિ., લોખંડનો ભંગાર ૧૩૭૦ કિલો, ઈલેક્ટ્રીક વજનકાંટો કટર મશીન નાની ચકરડી કટર તેમજ રોકડ રૂા.૧,૯૩,૬પ૦ અને જુદી-જુદી ડાયરી જેમાં કરમશીભાઇ ઉર્ફે કરણ માવજીભાઇ જાબુંચા તેમજ મહેશભાઈ વાલજીભાઇ રાઠોડ ના એ વાલાભાઇ હરજીભાઇ રાઠોડ ને ભાગીદાર તરીકે રાખી  અલંગના જુદા જુદા પ્લોટ દુકાનોમાંથી તેમજ મજુરો એ ચોરી અગર છળકપટ થી મેળવેલ ભંગાર તેઓ પાસેથી બીલ આધાર વગર આ જથ્થો ઓછી કિંમતે વેચાણથી લઇ ભાવનગર મોતીતળાવ હુસેનભાઇ ને ઉંચા ભાવથી વેચાણ કરવાં પોતાનાં કબ્જા ભોગવટાનાં પ્લોટમાં રાખી તેમજ અંગઝડતી માંથી તેમજ કાઉન્ટર પાસે થેલામાંથી રોકડા રૂ.૨,૧૮,૭૫૦/- તેમજ મોબાઈલ ફોન નંગ ૦૩/-ની કી.રૂ.૧૮,૦૦૦/- તેમજ તાંબા પીતળ સ્ટીલ લોખંડનો ભંગાર ની કુલ કી.રૂ.૫૫,૬૯૦/- મળી કુલ રૂ. ૨,૯૨,૪૪૦/- ના મુદ્દામાલ સાથે મળી આવતાં મુદ્દામાલ સીઆરપીસી કલમ ૧૦૨ મુજબ કબ્જે કરી બન્ને શખ્સોની સીઆરપીસી કલમ. ૪૧ (૧) (ડી) મુજબ ધોરણસર અટક કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ.