દુનિયાના સૌથી સારા લડાકુ હેલિકોપ્ટર આવ્યા ગુજરાત, ભારતે USE પાસેથી ખરીદ્યા

658

અમેરિકા પાસેથી ખરીદવામાં આવેલા ચિનૂક હેલિકોપ્ટરની પહેલી ખેપ વાયુસેનાનાં કાફલામાં જોડાશે. રવિવારે ચિનૂક હેલિકોપ્ટર ગુજરાતમાં કચ્છનાં મુંદ્રા એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા. ભારતે ૨૦૧૫માં અમેરિકી વિમાનની ઉત્પાદક કંપની બોંઈગ પાસેથી ૧૫ ચિનૂક હેલિકોપ્ટર ખરીદવાનો સોદો કર્યો હતો. ૨.૫ અરબ ડોલરનાં આ સોદામાં ૨૨ અપાચે હેલિકોપ્ટર સામેલ છે. ચિનૂક હેલિકોપ્ટરને ચંદીગઢમાં તહેનાત કરવામાં આવશે, જેનો ઉપયોગ સિયાચીન અને લદ્દાખ જેવા ક્ષેત્રોમાં કરવામાં આવશે. જ્યારે અપાચે હેલિકોપ્ટરને ગાઝિયાબાદના હિંડન એરબેઝ પર તહેનાત કરાશે.ભારતીય વાયુસેના હજુ સુધી મોટા પ્રમાણમાં રશિયન સ્ૈ-૧૭ જેવા મધ્યમ વર્ગના લિફ્‌ટ હેલિકોપ્ટર પર આધારિત હતી, ચિનૂક અને અપાચેનાં આવવાથી મજબૂતી વધશે. અમેરિકન સંરક્ષણ મંત્રી પદથી જેમ્સ મેટિસની વિદાય બાદ આ ડીલ લટકતી જોવા મળી રહી હતી. પરંતુ તેમના સ્થાને પેટ્રિક શેનોએ પણ ભારત સાથેની આ ડીલમાં રસ દર્શાવ્યો અને તરત તેને લીલી ઝંડી આપી દીધી હતી.

બોઈંગ પ્રમાણે, અપાચેની ગણતરી દુનિયાનાં સૌથી સારા લડાકુ હેલિકોપ્ટરમાં કરવામાં આવે છે. ચિનૂક ભારે-ભરખમ સામાનને પણ ઘણી ઊંચાઈ પર સરળતાથી પહોંચાડી શકે છે. અમેરિકી સેના લાંબા સમયથી અપાચે અને ચિનૂકનો ઉપયોગ કરી રહી છે. ભારત અપાચેનો ઉપયોગ કરનારો ૧૪મો અને ચિનૂકનો ઉપયોગ કરનારો ૧૯મો દેશ હશે. બોઈંગે ૨૦૧૮માં વાયુસેનાનાં પાયલટ્‌સ અને ફ્‌લાઈટ એન્જિનીયરોને ચિનૂક હેલિકોપ્ટર ઉડાડવાની ટ્રેનિંગ આપી હતી.

Previous articleસ્વાઇન ફ્‌લૂથી એક દિવસમાં ચાર મોત, સ્વાઇન ફ્‌લૂના કારણે ૫૫ મોત
Next articleકડજોદરા ગામમાં દિકરીના લગ્નના જમણવાર પહેલા ૧૦૦ ગાયનું પૂજન કરાયું