ટેકનિકલ ખામીના કારણે આજે છ બૂથ પર ફરીવાર મતદાન થશે

788
guj17122017-9.jpg

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે ૨ તબક્કામાં મતદાન યોજવામાં આવ્યુ હતુ. ત્યારે હવે રાજ્યમાં ૬ બુથો પર ૧૭ ડિસેમ્બરના રોજ ફરીથી મતદાન કરવામાં આવશે. આ બુથો પર ટેકનિકલી ખામી હોવાના કારણે ફરીથી મતદાન યોજવામાં આવશે.
જેમા વડગામના છનીયાણા બુથ નંબર ૧ અને બુથ નંબર ૨, વિરમગામ બુથ ૨૭ નંબર, નવા નરોડા બુથ નંબર ૧૫, સાવલીના નહરા-૧ અને સાકરડા-૭માં ફરીથી મતદાન યોજવામાં આવશે. જ્યારે અન્ય ૧૦ બુથો પર પણ ઈફસ્માં મોકપાલમાં મત લીઅર ન થતા ફફઁછ્‌ મશીનથી મત ગણતરિ કરવામાં આવશે.
જેમા વિસનગરનુ રાલિસણા, બહુચરાજીના પુલદરા અને કટોસણ, મોડાસાનુ જમાઠા બુથ, વેજલપુરના બુથ નંબર ૫૮, વસ્ત્રાલ બુથ નંબર ૫૫, જમાલપુર- ખાડીયાના બુથ નંબર ૧૬, પિલોલ બુથ નંબર ૨, સાંખેડાના ગોજપુર અને સોંગિર બુથનો સમાવેશ થાય છે.
 

Previous articleતમામે ખુબ જ પરિશ્રમ કર્યો છે : મુખ્યમંત્રી રૂપાણીનો મત
Next articleડ્રાઈવિંગ લાઈસન્સની ઓનલાઈન એપોઈન્ટમેન્ટ માટે જન સેવા કેન્દ્ર મદદ કરશે