મહેસાણાની મહિલા બુટલેગરનો વરતેજ પોલીસે કબ્જો મેળવ્યો

904
bvn21122017-6.jpg

ભાવનગર શહેર-જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી મહેસાણાથી ઈંગ્લીશ દારૂ સપ્લાય કરતી કુખ્યાત મહિલા બુટલેગરનો વરતેજ પોલીસે કબ્જો મેળવી કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે જેલ હવાલે કરવા હુકમ કર્યો છે.
પ્રાપ્ત વિગત મુજબ, ભાવનગર શહેર અને જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ઈંગ્લીશ દારૂનો મસમોટો જથ્થો સપ્લાય કરતી મહિલા બુટલેગર રીટા પટેલનો વરતેજ પોલીસે મહેસાણા જેલમાંથી કબ્જો મેળવી વરતેજ પોલીસ મથકના નોંધાયેલ પ્રોહીબીશનના ગુન્હામાં ધોરણસરની અટક કરી હતી અને બાદ કોર્ટમાં રજૂ કરાતા નામદાર કોર્ટે રીટા પટેલને જેલહવાલે કરવા હુકમ કર્યો છે. આ અગાઉ આર.આર. સેલની ટીમે પકડેલ મસમોટા દારૂના જથ્થામાં પણ રીટા પટેલનું નામ ખુલવા પામ્યું હતું.