ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ હવે નવી સરકારની રચના માટેની કવાયત શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં મુખ્યપ્રધાનના ઉમેદવાર કોણ રહેશે તેને લઇને ભારે ચર્ચા ચાલી રહી છે ત્યારે આને લઇને અટકળો છે. હજુ સુધી કોઇ નિર્ણય કરવામાં આવ્યો નથી. કેટલાક નામ સપાટી પર આવી રહ્યા છે જેમાં હાલના કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કેન્દ્રિય પ્રધાન સ્મૃતિ ઇરાનીના નામ પણ સપાટી પર છે. હાલના રેવેન્યુ અને શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાને રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ બનાવવામાં આવે તેવી શક્યતા છે. કારણ કે વર્તમાન સ્પીકર અને ભાજપના વરિષ્ઠ ધારાસભ્ય રમણલાલ વોરાની હાર થઇ છે. લાંબા સમય સુધી ચુડાસમા સંસદીય બાબતોનો અનુભવ પણ ધરાવે છે. નવી કબિનેટમાં નવા ચહેરાને સામેલ કરવામાં આવે તેવા સંકેત દેખાઇ રહ્યા છે. વિશ્વસનીય સુત્રોએ કહ્યુ છે કે કૌશિક પટેલ, આરસી ફળદુ, સૌરભ પટેલ, જીતુ વાઘાણી, વિભાવરી દવે અને
પુરસૌત્તમ સોલંકીને નવી કેબિનેટમાં સામેલ કરવામાં આવી શકે છે. નવી કેબિનટમાં જે સભ્યોના નામ પર ચર્ચા છે તેમાં ગણપત વસાવા, વસન આહીર, નીમા આચાર્ય, ઇશ્વરસિંહ પટેલ, દિલિપ ઠાકોર, અરવિન્દ પટેલ, નરેશ પટેલનો સમાવેશ થાય છે. પ્રાપ્ત માહિતી મુજ ૨૫મી ડિસેમ્બર સુધી કેબિનેટના સભ્યોની શપથવિધી થાય તેવી શક્યતા છે. ચીફ સેક્રેટરી જેએન સિંહે સરદાર પેટલ સ્ટેડિયમ અને રીવરફન્ટની મુલાકાત લીધી છે અને તૈયારીની સમીક્ષા કરી છે. કેન્દ્રિય પ્રધાન અરૂણ જેટલી અને ભાજપના વરિષ્ઠ નેતા સરોજ પાન્ડે ભાજપ ધારાસભ્યોની બેઠકમાં મુખ્યપ્રધાન પદની પસંદગી કરવા માટે નિરીક્ષકો નિમાયા છે. જાણકાર નિષ્ણાતોના કહેવા મુજબ અને એક અગ્રણી અંગ્રેજી અખબાર દ્વારા કરવામાં આવેલી ગણતરી મુજબ નવી કેબિનેટમાં ગણદેવીમાંથી જીતેલા નરેશ પટેલ, ઘાટલોડિયામાંથી જીતેલા ભૂપેન્દ્ર પટેલને પણ તક મળી શકે છે. આ ઉપરાંત ગાંધીનગર દક્ષિણમાંથી વિજેતા થયેલા શંભુજી ઠાકોરને પણ તક મળી શકે છે. ઠક્કરબાપાનગરમાંથી વિજેતા થયેલા વલ્લભ કાકડિયાના નામ ઉપર પણ વિચારણા ચાલી રહી છે. ૨૫મી ડિસેમ્બર સુધી નવી કેબિનેટના શપથ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે.



















